શોધખોળ કરો
Advertisement
Video: ભારતના આ બેટ્સમેનની સિક્સરથી ઝૂમી ઉઠ્યો વિરાટ કોહલી, ઊભા થઈને પાળી તાળીઓ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલ ચોથા વનડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં પોતાની ભાવનાઓ પર ત્યારે કાબૂ ન રાખી શક્યા જ્યારે જસપ્રીત બુમરાહે છગ્ગો ફટકાર્યો. મોહાલિમાં રમાયેલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્મય કર્યો હતો. જસપ્રીતમ બુમરાહ આ મેચમાં અંતિમ બેટ્સમેન તરીકે ઉતર્યા હાત. જ્યારે તે મેદાનમાં આવ્યા ત્યારે કમિન્સ બોલિંગ કરી રહ્યા હતા અને ભારતીય ઇનિંગનો અંતિમ બોલ હતો.
બોલર પેટ કમિન્સ હોવાથી બુમરાહ અંતિમ બોલે સિક્સર ફટકારે તેવી આશા ન હતી. જોકે તેણે બધાને આશ્ચર્યચકિત કરતા સિક્સર ફટકારી હતી. આ સિક્સર ફટકારતા જ વિરાટ કોહલી ખુશ થઈ ગયો હતો અને ડ્રેસિંગ રૂમમાં ઉભો થઈને હસી રહ્યો હતો અને તાળીઓ પાડતો જોવા મળ્યો હતો. કોહલી સિવાય અન્ય ભારતીય ખેલાડીઓ પણ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. બુમરાહ પણ આ સિક્સર બાદ હસી પડ્યો હતો.That moment when @Jaspritbumrah93 hits the last ball for a maximum 😅😅#INDvAUS pic.twitter.com/e6iOHorg8N
— BCCI (@BCCI) March 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement