નવી દિલ્હીઃ સ્પિન બોલર હરભજન સિંહે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાલની ટેસ્ટ સીરીઝમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની ટીકા કરી છે. હરભજને કહ્યું કે, 24 વર્ષીય હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડરનું ટેગ હટાવી દેવું જોઈએ. હાર્દિક આ સીરીઝમાં બેટિંગ અને બોલિંગ બન્નેમાં નિષ્ફળ ગયો છે. હાર્દિક પંડ્યા બે મેચોમાં માત્ર 3 વિકેટ ઝડપી શક્યો છે અને 4 ઈંનિગ્સમાં ફક્ત 90 જ બનાવી શક્યો છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે, પંડ્યાએ અત્યાર સુધી રમેલી 6 ટેસ્ટમાં માત્ર 6 વિકેટ ઝડપી છે.
2/3
એક ઈન્ટરવ્યુમાં ભજ્જીએ કહ્યું કે, ‘હાર્દિક બેટ્સમેન તરીકે રન બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યો છે અને કેપ્ટન કોહલીને તેની બોલિંગ પર પણ વધારે વિશ્વાસ ન હોય તેવું લાગી રહ્યું છે. જો તે ઈંગ્લેન્ડની કન્ડિશનમાં તે વિકેટો ઝડપી ન શકતો હોય તો આ બાબત ટીમ અને તેના ભવિષ્ય માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે.’
3/3
હરભજને હાર્દિકની તુલના ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, સેમ કરન અને ક્રિસ વોક્સ સાથે કરી જેમણે ઈંગ્લેન્ડની જીતમાં સૌથી મહત્વની ભૂમિકાઓ ભજવી. હરભજને કહ્યું કે, ‘ઓલરાઉન્ડરે બંને ડિપાર્ટમેન્ટમાં યોગદાન આપવાનું હોય છે, જેવું સ્ટોક્સ, કરન અને વોક્સે કર્યું. આ જ આશા હાર્દિક પાસે પણ રખાઈ રહી છે. તે રાતો-રાત કપિલ દેવ ન બની શકે.’