શોધખોળ કરો
Advertisement
ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ
જમૈકાઃ ક્રિકેટ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન પૈકીના એક વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલો વર્લ્ડકપ તેના કરિયરની અંતિમ ટુર્નામેન્ટ હશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. 39 વર્ષીય ગેલનો ઈંગ્લેન્ડ સામે પાંચ વન ડે મેચની શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામે સીરિઝની પ્રથમ બે મેચ મટે વન ડે ટીમમાં સામેલ થયા બાદ તે બારબાડોસમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા આવ્યો હતો. જ્યાં તેણે આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. ગેલે કહ્યું કે તે કાયમ માટે વર્લ્ડનો શ્રેષ્ઠ ખેલાડી અને યુનિવર્સ બોસ રહેશે.
1999માં ભારત સામે કરી હતી વન ડે કરિયરની શરૂઆત
ગેલે 1999માં ભારત સામે કેનેડાના ટોરેન્ટોમાં વન ડે કરિયરની શરૂઆત કરી હતી. 20 વર્ષની કરિયર દરમિયાન તેણે 284 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 37.12ની સરેરાશ અને 85.82ના સ્ટ્રાઇક રેટ સાથે 9727 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 23 સદી અને 49 અડધી સદી પણ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી વનડેમાં બ્રાયન લારા પછી વિન્ડીઝ માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન પણ છે. બ્રાયન લારાના નામે 299 વનડેમાં 10,405 રન છે.
વર્લ્ડકપમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન
ગેલે 2015ના વર્લ્ડકપ દરમિયાન ઝિમ્બાબ્વે સામે લીગ રાઉન્ડમાં 215 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. વર્લ્ડકપના ઇતિહાસમાં બેવડી સદી ફટકારનો તે પ્રથમ ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત વન ડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેવડી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી છે. ગેલે બેટિંગની સાથે બોલિંગ પણ તેની કમાલ બતાવી છે. તેણે 284 વન ડેમાં 165 વિકેટ પણ ઝડપી છે. વન ડે તેણે 120 કેચ પણ ઝડપ્યા છે. કાર્લ હૂપર અને બ્રાયન લારા સાથે વિન્ડીઝ માટે સૌથી વધુ કેચ કરનાર ખેલાડીઓના લિસ્ટમાં સંયુક્ત રૂપે પ્રથમ સ્થાને છે.
IPLમાં પણ બતાવ્યો છે દમ
ક્રિસ ગેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હાલ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમે છે. તે આઈપીએલની 11 સિઝન પૈકી 10 સિઝનમાં રમ્યો છે. 2008માં તે પહેલી સિઝનમાં કોઈ ટીમનો ભાગ નહોતો. 10 સિઝનમાં તેણે 112 મેચમાં 3994 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં સર્વાધિક રન કરનાર વિદેશી ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે.
BREAKING NEWS - WINDIES batsman Chris Gayle has announced he will retire from One-day Internationals following the ICC Cricket World Cup 2019 England & Wales. (More to come) #MenInMaroon #ItsOurGame pic.twitter.com/AXnS4umHw2
— Windies Cricket (@windiescricket) February 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement