શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ટીમમાં ટીમ ઇન્ડિયાનો ક્યો ખેલાડી પહેરશે સચિન-ધોનીની 10 અને 7 નંબરની જર્સી? જાણો વિગતે
સચિન તેંડુલકરની જર્સી નંબર-૧૦ તથા બીજી ધોનીની જર્સી નંબર-૭ને લઈને શંકાઓ છે.
નવી દિલ્હીઃ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત સફેદ જર્સી પર નંબર જોવા મળશે. 3 ઓગસ્ટના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ એશેજ ટેસ્ટ મેચમાં બન્ને ટીમ જર્સી પર નંબર અને નામ સાથે જોવા મળશે. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટની જૂની પરંપરાનો અંત આવશે. 22 ઓગસ્ટના રોજ એંટીગામાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં પણ ટીમ ઇન્ડિયા જર્સીમાં નામ અને નંબર સાથે જોવા મળશે. જોકે બે નંબર એવા છે જેનો ઉપયોગ ભાગ્યેજ કરવામાં આવશે.
સચિન તેંડુલકરની જર્સી નંબર-૧૦ તથા બીજી ધોનીની જર્સી નંબર-૭ને લઈને શંકાઓ છે. બીસીસીઆઇ અનુસાર આ બંને નંબરની જર્સીનો કોઈ ખેલાડી દ્વારા ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે. સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધા બાદ શાર્દુલ ઠાકુરે એક વખત કેટલાક સમય માટે ૧૦ નંબરની જર્સી વન-ડેમાં પહેરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં તેની એટલી બધી ટીકા થઈ કે બીસીસીઆઇએ તાબડતોબ વન-ડે ક્રિકેટમાં નંબર-૧૦ જર્સીને રિટાયર્ડ કરી દીધી હતી પરંતુ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં કોઇ નિર્ણય લેવાયો નથી.
સચિન તેંડુલકરના સન્માનમાં ટીમ ઇન્ડિયાનો કોઈપણ ખેલાડી નંબર-10 જર્સી પહેરતો નથી. આવું જ હવે ધોનીની નંબર-7ની જર્સી સાથે પણ બને તેવી સંભાવના છે. ભૂતપૂર્વ ભારતીય સુકાની ધોનીએ ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ખેલાડીઓ વન-ડેમાં જે નંબરની જર્સી પહેરે છે તે જ નંબરનો ટેસ્ટ ક્રિકેટમાં પણ ઉપયોગ કરશે.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી ૧૮ તથા રોહિત ૪૫ નંબર પહેરી શકે છે. મોટા ભાગના ખેલાડીઓ વન-ડે તથા ટી૨૦ જર્સીના નંબરનો જ ઉપયોગ કરશે. જોકે ધોની ટેસ્ટ ક્રિકેટમાં રમતા ન હોય અન્ય કોઈ ખેલાડી 7 નંબરની જર્સીનો ઉપયોગ કરે તેવી સંભાવના ઓછી છે. ભારતીય ક્રિકેટમાં સચિન બાદ ધોનીનો એટલો બધો દબદબો છે કે બીસીસીઆઇ તેની જર્સી પણ રિટાયર્ડ કરી દેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement