RR Vs LSG Pitch Report: જયુપરમાં બેટ્સમેન કરશે કમાલ કે બોલર માટે પિચ વરદાન, જાણો પિચનો મિજાજ
RR Vs LSG Pitch Report:જયપુર માટે જીતના માર્ગ પર પરત ફરવું મહત્વપૂર્ણ છે, નહીં તો પ્લેઓફની રેસ તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. રાજસ્થાન સાત મેચમાં બે જીત અને પાંચ હાર બાદ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. તેના માત્ર ચાર પોઈન્ટ છે.

RR Vs LSG Pitch Report: રાજસ્થાન રોયલ્સને તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સે તેને સુપર ઓવરમાં હરાવ્યો હતો. હવે રાજસ્થાનને ઘરઆંગણે ઋષભ પંતની કપ્તાની વાળી લખનઉ સુપરજાયન્ટ્સ સામે ટકરાવાનું છે અને આ મેચમાં તે જીતના માર્ગે પરત ફરવાનો પ્રયાસ કરશે. તમામની નજર સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ પર રહેશે. જાણીએ કેવો રહેશે પિચનો મિજાજ
IPL-2025ની પ્રથમ સુપર ઓવર રમનાર રાજસ્થાન રોયલ્સે તેની આગામી મેચ લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમવાની છે. આ પહેલાની . મેચ ખૂબ જ રોમાંચક હતી અને શનિવારે પણ આવી જ મેચની અપેક્ષા છે. રાજસ્થાન આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમશે.
જયપુર માટે જીતના માર્ગ પર પરત ફરવું મહત્વપૂર્ણ છે, નહીં તો પ્લેઓફની રેસ તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. રાજસ્થાન સાત મેચમાં બે જીત અને પાંચ હાર બાદ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. તેના માત્ર ચાર પોઈન્ટ છે.
જયપુર એ જ મેદાન છે જ્યાં મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ મેદાનની પિચ પર નજર કરીએ તો અહીં દરેકને ફાયદો થાય છે. બેટ્સમેન તેમજ બોલરો માટે. જો કે, આ પીચ ધીમી છે અને તેથી અહીં મોટા સ્કોર ભાગ્યે જ જોવા મળે છે. આ સિઝનમાં રાજસ્થાને સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં માત્ર એક જ મેચ રમી છે. આ મેચમાં RCBએ તેમને 175 રન બનાવીને પરાજય આપ્યો હતો.
પિચ ચોક્કસપણે ધીમી છે, પરંતુ જો બેટ્સમેન થોડો સમય અહીં વિતાવે તો તે સરળતાથી રન બનાવી શકે છે. તેમ છતાં આ મેદાન પર મોટા સ્કોરની અપેક્ષા રાખી શકાય નહીં. કોઈ પણ સંજોગોમાં, બોલરો બેટ્સમેનો પર થોડી ધાર રાખશે. શરૂઆતની ઓવરોમાં બોલ સરસ રીતે બેટ પર આવશે, પરંતુ પછી પીચ ધીમી પડી જશે.
આ મેદાન પર ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો ઝાકળની સંભાવના હોય, તો ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે જેથી તે વિરોધી ટીમને ઓછા સ્કોર સુધી મર્યાદિત કરી શકે અને પછી લક્ષ્યનો સરળતાથી પીછો કરી શકે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને શિમરોન હેટમાયર પર ફોકસ રહેશે. બોલિંગમાં રાજસ્થાનનો સંદીપ શર્મા આ પીચ પર અજાયબી કરી શકે છે.
જ્યાં સુધી લખનૌની વાત છે તો નિકોલસ પૂરન, ઋષભ પંત, મિશેલ માર્શ અને એડન માર્કરામના બેટ અહીં તોફાન મચાવી શકે છે. બોલિંગમાં દિગ્વેશ રાઠી અને રવિ બિશ્નોઈ કમાલ કરી શકે છે.





















