શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહિલા હોકી વિશ્વકપઃ ઇટલીને 3-0થી હરાવીને ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
![મહિલા હોકી વિશ્વકપઃ ઇટલીને 3-0થી હરાવીને ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં womens hockey wc india outclass italy 3 0 to enter quarters મહિલા હોકી વિશ્વકપઃ ઇટલીને 3-0થી હરાવીને ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/01200123/123.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લંડનઃ ભારતે ઇટલીને એકતરફી મુકાબલામાં ૩-૦થી હરાવીને મહિલા હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારત ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડ સામે ટકરાશે. ભારત તરફથી લાલરેમસિયામી, નેહા ગોયલ અને વંદના કટારિયાએ ગોલ કર્યા હતા.
વિશ્વ રેન્કિંગમાં ૧૦મા ક્રમની ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં જ સરસાઈ હાંસલ કરી લીધી હતી. નવમી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર લાલરેમસિયામીએ ગોલ કરીને 1-0ની સરસાઈ ભારતને અપાવી દીધી હતી. 19મી મિનિટે ભારતને ગોલ કરવાની વધુ એક તક મળી હતી, પરંતુ ઉદિતાના પ્રયાસને ઇટાલીની ગોલકીપર મેકફેરેને નિષ્ફળ બનાવી દીધો હતો. 45મી મિનિટે ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર નેહાએ ગોલ કરીને ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી. મેચ પૂરી થવાને પાંચ મિનિટનો સમય બાકી હતો ત્યારે ગુરજિતકૌરના પાસ પર વંદનાએ ગોલ કરીને ભારતને ૩-૦ની નિર્ણાયક સરસાઈ અપાવી દીધી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)