શોધખોળ કરો
Advertisement
એનગિડીનો નાટકીય શૉટ ને ઓલઆઉટ થઇ ગઇ આફ્રિકા, વીડિયોમાં જુઓ નદીમનો અદભૂત કેચ
ચોથા દિવસની રમતમાં નદીમે બન્ને વિકેટો ઝડપી, પહેલા ડી બ્ય્રૂએનને 30 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો, અને બાદમાં લુન્ગી એનગીડીને 0માં પેવેલિયન મોકલ્યો હતો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ રાંચી ટેસ્ટમાં 202 રનથી જીત મેળવીને દક્ષિણ આફ્રિકાને સૌથી મોટી માત આપી, સીરીઝમાં 3-0થી વ્હાઇટ વૉશ કરી દીધુ છે. મેચમાં ફોલોઓન બાદ રમવા ઉતરેલી આફ્રિકાન ટીમને 335નો લક્ષ્ય પ્રાપ્ત કરીને જીત માટે ટાર્ગેટ આપવાનો હતો. જોકે, બીજી ઇનિંગમાં આફ્રિકા માત્ર 133 રન જ બનાવી શકી. આ સાથે ભારતે સીરીઝ પર કબજો જમાવી દીધો હતો. જોકે આ મેચમાં એક નાટકીય ઘટના ઘટી જે છેલ્લી વિકેટ દરમિયાન બની હતી.
એનગિડીનો નાયકીટ શૉટ, નદીમનો અદભૂત કેચ....
આફ્રિકા ટીમ બીજી ઇનિંગમાં 48મી ઓવર રમી હતી હતી, ઓવરનો છેલ્લો બૉલ શાહબાઝ નદીમે લુંગી એનગિડીને ફેંક્યો, એનગિડીએ બૉલને ફટકાર્યો તો તે સીધો નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભા રહેલા બેટ્સમેન એનરિચ નોર્ટ્જેને વાગ્યો. બૉલ સીધો નૉર્ટ્જેના હેલમેટ પર જઇને ટકરાયો ને શાહબાઝ નદીમે તરતજ કેચ ઝડપી લીધો હતો. આમ એનગિડીના નાટકીય શૉટ બાદ નદીમે ઝડપેલા કેચથી આફ્રિકાની છેલ્લી વિકેટ પડી હતી. આ વીડિયો બીસીસીઆઇ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચોથા દિવસની રમતમાં નદીમે બન્ને વિકેટો ઝડપી, પહેલા ડી બ્ય્રૂએનને 30 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો, અને બાદમાં લુન્ગી એનગીડીને 0માં પેવેલિયન મોકલ્યો હતો. ભારતે 133 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમને બીજી ઇનિંગમાં ઓલઆઉટ કર્યુ હતુ અને 202 રને મોટી જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement