શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરી કૉમ સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી
ભારતીય બૉક્સર મેરી કૉમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય બૉક્સર મેરી કૉમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેરીકૉમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે ભારતે રેફરીના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે. મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ જીત્યો છે. તેણે પ્રથમવાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો. આ પહેલાના સાતેય મેડલ તેણે 48 કિલોગ્રામની કેટેગરીમાં જીત્યા હતા.
મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પહેલો મેડલ 2001માં જીત્યો હતો. તે પછી તે સતત 6 વાર ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
એશિયન ગેમ્સમાં તેણે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ, જયારે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 1 બ્રોન્ઝ અને એશિયન ઇન્ડોર ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement