આ મુકાબલો એકતરફી થઈ ગયો હતો. કાર્લસને કારુઆના પર 3-0થી શાનદાર જીત હાંસલ કરી અને ચાર રાઉન્ડના રેપિડ ટાઈબ્રેકનો નિર્ણય એક મેચ રમાય તે પહેલાજ આવી થઇ ગયો હતો.
2/3
લંડન: વિશ્વ ચેમ્પિયન નૉર્વેના મેગનસ કાર્લસને તેના પ્રતિસ્પર્ધી અમેરિકાના ફબિયાનો કરૂઆનને રેપિડ ટાઇબ્રેકમાં હરાવીને સતત ચોથી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવી લીધો છે. જ્યારે ક્લાસિકલ મુકાબલામાં જોરદાર ટક્કર ચાલી હતી અને તમામ મેચો ડ્રો થઈ હતી. રેપિડમાં રમત સંપૂર્ણ રીતે કાર્લસનના પક્ષમાં રહી હતી.
3/3
કાર્લસન 2013(ચેન્નઈમાં) અને 2014 (સોચ્ચી)માં ભારતના વિશ્વનાથન આનંદને હરાવી 2016(ન્યૂયોર્ક )માં રસિયાની સેરગી કાર્યાકિનને હારી સતત ત્રણ વખત વિશ્વ ચેમ્પિયનશિપ અગાઉથી જીતી ચુક્યા હતા.