શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડકપઃ સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 326 રનનો ટાર્ગેટ, ડુ પ્લેસિસની સદી
પ્લેસિસ અને ડુસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. પોતાની છેલ્લી વન-ડે રમી રહેલો ડ્યુમિની 14 રન બનાવી આઉટ થયો હતો.
માંન્ચેસ્ટરઃ કેપ્ટન ડુ પ્લેસિસની શાનદાર સદીની મદદથી સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 326 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમા છ વિકેટ પર 325 રન બનાવ્યા હતા. વર્લ્ડકપમાં લીગની અંતિમ મેચમાં જો ઓસ્ટ્રેલિયા જીતી જશે તો તે 16 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર પહોંચી જશે. સાઉથ આફ્રિકા તરફથી ફાફ ડુ પ્લેસિસે 100 રન ફટકાર્યા હતા. પ્લેસિસની આ વર્લ્ડકપમાં પ્રથમ સદી હતી. તે સિવાય વાન ડર ડુસેને 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પ્લેસિસ અને ડુસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. પોતાની છેલ્લી વન-ડે રમી રહેલો ડ્યુમિની 14 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોને બે-બે વિકેટ લીધી હતી.
આ અગાઉ ઓપનર ડિકોકે વર્લ્ડકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તે 52 રન બનાવી આઉટ થયો હતો. માર્કરામ 34 રન બનાવી આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા તરફથી ડ્યુમિની અને ઇમરાન તાહિરની આ અંતિમ વન-ડે હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion