શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019 : ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને હરાવ્યું, આર્ચરની ત્રણ વિકેટ
LIVE
Background
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ઇયોન મોર્ગન અને ફાક ડૂ પ્લેસીસ ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ
23:07 PM (IST) • 30 May 2019
સાઉથ આફ્રિકા સામે ઇગ્લેન્ડનો 104 રને વિજય થયો હતો. 312 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની આખી ટીમ 39.5 ઓવરમાં 207 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ તરફથી સૌથી વધુ રન ક્વિન્ટન ડી કોકે (68) રન બનાવ્યા હતા. ડુસૈને 50 અને ફેહલુકવેઓએ 24 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી આર્ચરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
18:49 PM (IST) • 30 May 2019
વર્લ્ડકપ 2019ની પ્રથમ મેચમાં ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકાને જીતવા માટે 312 રનનો પડકાર આપ્યો છે. ઇગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ (89), ઇયોન મોર્ગન (57), જેસન રોય (54) અને જો રુટ (51)એ અડધી સદી ફટકારી હતી. ઇગ્લેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 311 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એન્ગિડીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઇમરાન તાહિર અને રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી.
18:27 PM (IST) • 30 May 2019
ઇગ્લેન્ડે 260 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. મોઇન અલી લુંગી એનગિડીના બોલ પર ત્રણ રને આઉટ થયો હતો.
17:38 PM (IST) • 30 May 2019
ઇમરાન તાહિરે કેપ્ટન મોર્ગનને 57 રને (60) માર્કરમના હાથમાં ઝીલાવી દીધો, આ સાથે આફ્રિકાને ચોથી સફળતા મળી હતી. ઇંગ્લેન્ડના ચારેય બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી, ઇંગ્લેન્ડનો સ્કૉર 37 ઓવરમાં 4 વિકેટે 217 રને પહોંચ્યો
17:34 PM (IST) • 30 May 2019
ઇંગ્લિશ ટીમે મજબૂત બેટિંગ કરતાં ટીમના સ્કૉરને 200 રનને પાર પહોંચાડી દીધો છે. રૉય અને રૂટની ફિફ્ટી બાદ કેપ્ટન મોર્ગને અને બેન સ્ટૉક્સે પણ ફિફ્ટી ફટકારી દીધી છે.
Load More
Tags :
Odi Live Score Update S Africa Vs England Odi South Africa Vs England Odi World Cup First Match World Cup Match World Cup 2019ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion