શોધખોળ કરો
IPL મોડમાંથી બહાર નથી નીકળ્યો રિષભ પંત, શું ધોનીની જગ્યાએ ફિટ બેસશે ?
ઓપનર બેટ્સમેન શિખર ધવનની જગ્યાએ યુવા ખેલાડી રિષભ પંતને મોટી આશા સાથે ટીમ ઇન્ડિયામાં સામાવેશ કરાયો હતો પરતું પંત એકવાર ફરી ટીમ અને પસંદગીકારોની આશા પર ખરો ઉતર્યો નથી. એવામાં પંતની પસંદગી પર સવાલો ઉઠી રહ્યાં છે.
![IPL મોડમાંથી બહાર નથી નીકળ્યો રિષભ પંત, શું ધોનીની જગ્યાએ ફિટ બેસશે ? world cup 2019 New Zealand won semifinal against india rishabh pant fails once again IPL મોડમાંથી બહાર નથી નીકળ્યો રિષભ પંત, શું ધોનીની જગ્યાએ ફિટ બેસશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10213254/pant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર થતાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર ફેકાઈ ગઈ છે. આ હાર બાદ બેટ્સમેનો પર સાવલો ઉઠી રહ્યાં છે. ઓપનર ખેલાડી શિખર ધવનની જગ્યાએ યુવા બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતને મોટી આશા સાથે ટીમ ઇન્ડિયામાં સામાવેશ કરાયો હતો પરતું પંત એકવાર ફરી ટીમ અને પસંદગીકારોની આશા પર ખરો ઉતર્યો નથી.
ન્યૂઝિલેન્ડ સામે પંત સેમિફાઈનલમાં 32 રન બનાવી આઉટ થયો હતો. પંત એવા સમયે આઉટ થયો હતો જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂરત હતી પરંતું પોતાની આદતથી મજબૂર રિષભ પંત એકવાર ફરી ટક્યા બાદ લાંબો શૉટ રમવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતની બેટિંગને જોતા એવું લાગી રહ્યું હતું કે તેને પોતાની વિકેટની પડી જ નહતી. કારણ કે જે નંબર 4 પર બેટિંગ કરવા આવે છે તે ખેલાડી ત્યાંથી જીત અપાવે છે કાં તો જીત નજીક પહોંચાડે છે અને પંત સંકટ સમયે પવેલિયન ભેગો થઈ ગયો હતો.
રિષભ પંતની રમતને જોઈને એવું લાગે છે કે તે આઈપીએલના મોડથી બહાર આવ્યો નથી. આઈપીએલમાં રિષભ પંતની ઝડપી બેટિંગની ખૂબ પ્રસંશા થઈ હતી. જ્યાં તે ઝડપથી બનાવેલા 30-40 રન મેચનું પાસું પલટાવી દેતો હતો. વનડે ક્રિકેટમાં જ્યારે ટીમને વિશ્વાસપાત્ર બેટ્સમેનની જરૂર હતી. પંત તે સમયે જ જતો રહ્યો.
હવે પંત સાથે ટીમ મેનેજમેન્ટ માટે આ પણ ચિંતાનો અને આત્મમંથનનો મુદ્દો બનશે કે વર્તમાન વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. ધોનીએ અનેક મેચો જીતાડી છે. તેને મુશ્કેલ સ્થિતિઓમાં શાંત થઈને બેટિંગ કરવા અને અનુકૂળ પરિસ્થિતિઓમાં આક્રમક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. જો હાલની રમતમાં પંત ક્યાંય પણ ધોનીની જગ્યાએ ફીટ બેસે તેવું નજર આવી રહ્યું નથી.
પંતે આ મેચમાં 32 રનની ઇનિંગ રમી અને આ પહેલા બાંગ્લાદેશ વિરુદ્ધ 48 રને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ પોતાના ત્રીજા મુકાબલામાં શ્રીલંકા સામે માત્ર 4 રન બનાવ્યા હતા. પંતની નિષ્ફળતાનો આ જ ક્રમ સેમિફાઈનલ સુધી રહ્યો અને એકવાર ફરી ટકીને રમ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી. એવામાં વર્લ્ડકપની ટીમમાં પંતની પસંદગી પર સવાલો ઉઠી રહ્યાં છે.
વર્લ્ડકપની મોટી મેચમાં ફ્લોપ રહે છે વિરાટ કોહલી, શરમજનક છે રેકોર્ડ
![IPL મોડમાંથી બહાર નથી નીકળ્યો રિષભ પંત, શું ધોનીની જગ્યાએ ફિટ બેસશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10213300/pant-dhoni-300x274.jpg)
![IPL મોડમાંથી બહાર નથી નીકળ્યો રિષભ પંત, શું ધોનીની જગ્યાએ ફિટ બેસશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10213246/pant-1-300x163.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)