શોધખોળ કરો
આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ 11 જુલાઇએ ગુરુવારે ભારતીય સમયાનુસાર 3 વાગે શરૂ થશે. ટૉસ બપોરે 2.30 વાગે થશે
![આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત world cup 2019 second semi final between england and australia live આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/11101433/World-Cup-148.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની આજે બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા ટીમ પાંચ વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે અને છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચવા માટે કમર કરશે. વળી ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર પોતાના ઘર આંગણે સેમિ ફાઇનલ જીતીને વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા પ્રયાસ કરશે.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ 11 જુલાઇએ ગુરુવારે ભારતીય સમયાનુસાર 3 વાગે શરૂ થશે. ટૉસ બપોરે 2.30 વાગે થશે.
મેચ ઇંગ્લેન્ડમાં બર્મિઘમના એઝબેસ્ટૉનના ક્રિકેટ મેદાન પર રમાશે. જો તમે મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો Star Sports 1, Star Sports 1 HD પરથી જોઇ શકો છો, હિન્દી કૉમેન્ટ્રી માટે Star Sports 3 અને Star Sports 3 HD પર જઇ શકો છો.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન...
ઇંગ્લેન્ડ ટીમઃ- જૉની બેયર્સ્ટૉ, જેસન રૉય, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટૉક્સ, જૉસ બટલર (વિકેટ કીપર), લિયામ પ્લન્કેટ, ક્રિસ વૉક્સ, માર્ક વૂડ, જોફ્રા આર્ચર અને આદિલ રશિદ/મોઇન અલી.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડસ્કૉમ્બ, માર્ક્સ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, જેસન બેહરનડોર્ફ, નાથન લિયોન, પેટ કમિન્સ, મિચેસ સ્ટાર્ક.
![આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/11101545/World-Cup-62-300x170.jpg)
![આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/11101538/World-Cup-53-300x222.jpg)
![આજે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/11101553/World-Cup-65-246x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)