શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ 2019: ચાર ટીમોની સેમિફાઈનલમાં થઈ એન્ટ્રી, કઈ ટીમ કોની સાથે ટકરાશે? જાણો વિગત
વર્લ્ડકપ 2019માં ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે.
નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ના પોતાની અંતિમ લીગ મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને 10 રનથી હરાવ્યું હતું. આ મેચના પરિણામ અનુસાર ભારતીય ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આથી તે ચોથા નંબરની ટીમ ન્યૂઝિલેન્ડ સાથે પ્રથમ સેમિફાઈનલ રમશે. જ્યારે બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાથે બીજી સેમિફાઈનલમાં ટકરાશે.
ભારતે પોતાની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને હરાવી 15 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના કુલ 14 પોઈન્ટ છે, ઇંગ્લેન્ડના 12 અને ન્યૂઝિલેન્ડના 11 પોઈન્ટ છે. ત્યારે હવે 9 જુલાઈએ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ બીજી સેમિફાઈનલ બર્મિગમ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયાએ નવ મેચોમાંથી સાતમાં જીત મેળવી હતી જ્યારે બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ 9માંથી 6 મેચમાં જીત હાંસલ કરી અને 3 મેચમાં હારનો સમાનો કરવો પડ્યો હતો. રોહિત શર્માએ રચ્ચો ઈતિહાસ, વર્લ્ડકપમાં 5 સદી ફટકારનારો બન્યો પ્રથમ બેટ્સમેન બર્થ ડેના એક દિવસ પહેલા જ ધોનીએ કરી ધમાલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત વર્લ્ડકપ બાદ આ 2 દિગ્ગજ છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, જાણો વિગતેThe #CWC19 semi-finals are confirmed! ???? pic.twitter.com/rpnOaeWAzr
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement