શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોહમ્મદ શમીએ લીધેલી હેટ્રિક જોવાનું તમે ચુકી ગયા છો? તો જુઓ આ રહ્યો હેટ્રિકનો વીડિયો
શમી મેચની અંતિમ ઓવરમાં હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. મોહમ્મદ શમીએ 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે અનુક્રમે નાબી, આલમ અને રહેમાનને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં શનિવારે અફઘાનિસ્તાન સામેની લો-સ્કોરિંગ મેચમાં બોલરોની અત્યંત ચુસ્ત બોલિંગની મદદથી ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં સમેટાઈ ગયું હતું. ભુવનેશ્વરના સ્થાને ટીમમાં આવેલા મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો હતો.
શમી મેચની અંતિમ ઓવરમાં હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. મોહમ્મદ શમીએ 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે અનુક્રમે નાબી, આલમ અને રહેમાનને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી. નાબી લોન્ગ-ઓન પર કેચ આઉટ થયો હતો. જયારે આલમ અને રહેમાન બોલ્ડ થયા હતા.
વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો શમી ભારતનો બીજો બોલર બન્યો હતો. આ પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો તે ક્રિકેટ વિશ્વનો 10મો બોલર બન્યો હતો.
અફઘાનિસ્તાન સામે જીત બાદ નાખુશ કેપ્ટન કોહલીએ બેટ્સમેનોને સંભળાવી ખરી-ખોટી, જાણો શું કહ્યું અફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત ગીર ગઢડામાં એક જ પરિવારના 17 લોકોએ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ, જુઓ વીડિયોMoh. shami World Cup Hatrick pic.twitter.com/CrHFKeV9dD
— Er. Deepak Yadav (@ImDeepakY) June 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion