શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં હવે ભારતની મેચ ક્યારે છે ? જાણો બાકીનો કાર્યક્રમ
ભારતનો હવે પછીનો મુકાબલો 22 જુને અફઘાનિસ્તાન સામે થશે. અફઘાનિસ્તાન ટીમ હાલ જે પ્રમાણે દેખાવ કરી રહી છે તે જોતા ટીમ ઈન્ડિયાને વિજય રથ જાળવી રાખવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
નવી દિલ્હીઃ ભારતે વર્લ્ડકપની ચારમાંથી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે એક મેચ રદ થઈ છે. જેના કારણે 7 પોઇન્ટ છે. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા શા માટે વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે તે સાબિત કરી દીધું છે. વર્તમાન વર્લ્ડકપમાં ભારત હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી.
ભારતનો હવે પછીનો મુકાબલો 22 જુને અફઘાનિસ્તાન સામે થશે. અફઘાનિસ્તાન ટીમ હાલ જે પ્રમાણે દેખાવ કરી રહી છે તે જોતા ટીમ ઈન્ડિયાને વિજય રથ જાળવી રાખવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
આ પછી 27 જૂને માનચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. કેરેબિયન ટીમ ટુર્નામેન્ટમાં અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નથી પરંતુ ગમે ત્યારે વિરોધી ટીમને હારવી શકવા સક્ષમ છે.
પાકિસ્તાન પછી ભારતનો હવે સૌથી મોટો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ સામે થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 જૂનના રોજ મેચ રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમા છે અને ટાઇટલ માટેની દાવેદાર છે. જેથી આ મુકાબલાની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઈંગ્લેન્ડ પછી 6 જુલાઈના રોજ ભારત-શ્રીલંકાની ટક્કર થશે. તેની સાથે જ ભારતના વર્લ્ડકપના રોબિન રાઉન્ડ અભિયાનનો અંત આવશે.
વર્લ્ડકપ 2019: 148 રનની ઈનિંગમાં મોર્ગને માત્ર કેટલા રન દોડીને લીધા, જાણીને ચોંકી જશો
કુલદીપના બોલ પર ફિદા થયું ICC, આ બોલને ગણાવ્યો વર્લ્ડકપનો શ્રેષ્ઠ બોલ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement