શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: એક પણ વન ડે નહીં રમેલા મયંક અગ્રવાલની કેમ થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ? જાણો શું છે કારણ
ઓલરાઉન્ડર વિજય શંકરના પગમાં ઈજા થઈ છે, આ કારણે તે આઈસીસી વર્લ્ડકપ 2019થી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મયંક અંગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ રેસમાં અંબાતિ રાયડૂ, અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરના નામ પણ સામેલ હતા.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને શિખર ધવન બાદ વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકરના પગમાં ઈજા થઈ છે, આ કારણે તે આઈસીસી વર્લ્ડકપ 2019થી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મયંક અંગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ રેસમાં અંબાતિ રાયડૂ, અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરના નામ પણ સામેલ હતા.
મયંક અગ્રવાલને લઈ રસપ્રદ વાત એ છે, તેણે ટીમ ઈન્ડિયા માટે હજુ સુધી એક પણ વન ડે મેચ રમી નથી. જોકે ટેસ્ટ અને લિસ્ટ એ ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદા રહ્યું છે. એટલું જ નહીં તેને ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ પણ છે. જેના કારણે ટીમ ઈન્ડિયામાં વિજય શંકરના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડકપની શરૂઆત પહેલા આઈપીએલમાં મયંક અગ્રવાલનું પ્રદર્શન ખરાબ હતું. પરંતુ ઈંગ્લેન્ડમાં સારી બેટિંગનો અનુભવ તેને કામ લાગ્યો. ઈંગ્લેન્ડમાં ભારતની એ ટીમ તરફથી રમતા તેણે 6 ઈનિંગમાં તેણે 442 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી પણ ફટકારી હતી.
International Cricket Council has confirmed that the Event Technical Committee of the ICC Men’s Cricket World Cup 2019 has approved Mayank Agarwal(file pic) as a replacement player for Vijay Shankar in the India squad for the remainder of the tournament. #CWC19 pic.twitter.com/BrY9uryt9W
— ANI (@ANI) July 1, 2019
મયંક અગ્રવાલે રમેલી લિસ્ટ એની 71 ઈનિંગમાં 48.71ની સરેરાશથી 3605 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 14 અડધી સદી સામેલ છે. ગત વર્ષે તેણે ઈન્ડિયા-એ તરફથી ઈંગ્લેન્ડમાં રમતી વખતે 71.75ની એવરેજથી 4 વન ડેમાં 287 રન બનાવ્યા હતા. આ દરમિયા તેનો સ્ટ્રાઇક રેટ 105.90નો હતો.
દિલ્હીમાં ઘરના પાર્કિંગમાં બંદૂકના નાળચે બદમાશોએ પતિ-પત્નીને લૂંટ્યા, જુઓ CCTV વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, જાણો કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? જુઓ વીડિયોBCCI: Vijay Shankar sustained a non displaced fracture of the left big toe, which will require a minimum of three weeks to heal. The injury rules him out of the ongoing World Cup. The Indian team management has requested the ICC to consider Mayank Agarwal as his replacement. https://t.co/HJhswyLmkn
— ANI (@ANI) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion