શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત, ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, બાબર આઝમના અણનમ 101
આ પહેલા વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી મેચ અડધો કલાક વિલંબથી શરૂ થઈ હતી. તેમ છતાં મેચમાં એક પણ ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો નહોતો
બર્મિંઘહામઃ વર્લ્ડકપની 33મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. 238 રનનો પીછો કરતાં પાકિસ્તાને 49.1 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેન ઓફ ધ મેચ બાબર આઝમે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમતાં 127 બોલમાં 11 ચોક્કાની મદદથી 101* રન કર્યા હતા. તેનો સાથ આપતા હેરિસ સોહેલે 76 બોલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ અને કેન વિલિયમ્સને 1-1 વિકેટ લીધી હતી.
આ જીત સાથે પાકિસ્તાનના 7 મેચમાં 7 પોઇન્ટ છે. તેઓ સેમિફાઇનલથી 2 કદમ દૂર છે. આગામી બંને મુકાબલા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી પ્રમાણમાં તેમના કરતાં નબળી ટીમ સામે હોવાથી તેમની પાસે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની ઉજળી તક છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના હવે 7 મેચમાં 11 પોઇન્ટ છે. તેમને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની બાકીની 2માંથી 1 મેચ જીતવાની છે. જો તેઓ બંને મેચ હારે તો પણ 'જો અને તો'ની સ્થિતિમાં આવી શકે છે.That feeling when you get your first World Cup 💯 ✊ #CWC19 | #NZvPAK | #WeHaveWeWill pic.twitter.com/yqwxcXHNOq
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝિલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી જેમ્સ નિશામે સર્વાધિક અણનમ 97 રન ફટકાર્યા હતા. તેણે ગ્રેંડહોમ (63 રન) સાથે છઠ્ઠી વિકેટ માટે 132 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડે 83 રનમાં જ કેપ્ટન વિલિયમસન (41 રન) સહિત 5 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 3 વિકેટ ઝડપી હતી.Pakistan are now just one point of fourth place 👀 #CWC19 | #NZvPAK | #WeHaveWeWill pic.twitter.com/T9AVFjjPD5
— Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
46/4 ➡️ 237/6
New Zealand have done an excellent job to finish with a competitive score after their shaky start. Will it be enough though?#CWC19 | #NZvBAN pic.twitter.com/XMdHHb0SPl — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
New Zealand are 5/1 after just seven deliveries.#CWC19 | #NZvPAK pic.twitter.com/AEnvqxkOBU — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019 આ પહેલા વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી મેચ અડધો કલાક વિલંબથી શરૂ થઈ હતી. તેમ છતાં મેચમાં એક પણ ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો નથી.A brilliant performance from Shaheen Afridi with the ball!
His figures are the third best by a teenager in a Men's World Cup ???? ???? #CWC19 | #NZvPAK | #WeHaveWeHill pic.twitter.com/SuA0MihnTW — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાના નિવેદનથી ક્રિસ ગેઈલે ફેરવી તોળ્યું, જાણો હવે ક્યારે લેશે સંન્યાસ ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર ICCએ આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસ લગાવ્યો તિરંગાના અપમાનનો આરોપBoth New Zealand and Pakistan are unchanged for this big game.
???? If New Zealand win, they join Australia in the semi-finals. ???? If Pakistan win, they keep their semi-final hopes alive. pic.twitter.com/zd7pqG1wIt — Cricket World Cup (@cricketworldcup) June 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion