શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ઈંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન કરશે ભારતની જીતની પ્રાર્થના, જાણો કારણ
ભારત જીતવાથી પાકિસ્તાનને ફાયદો થશે. પાકિસ્તાને અંતિમ ચારમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની જીત અને હાર પર નિર્ભર રહેવું પડશે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો રવિવારે યજમાન ઈંગ્લેન્ડ સાથે છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાનારા મુકાબલા પર સૌની નજર છે. આ બંને ટીમો વર્લ્ડકપ ખિતાબની પ્રબળ દાવેદાર છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી વર્લ્ડકપમાં અપરાજિત છે, જ્યારે ઈંગ્લેન્ડની સ્થિતિ જો અને તો પરના સમીકરણ પર આવીને ઉભી છે. ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ થોડો મુશ્કેલ બન્યો છે. આ સ્થિતિમાં જો તેની ભારત સામે હાર થશે તો સેમીફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો લાગી શકે છે.
આ સ્થિતિમાં પાકિસ્તાનમાં પણ ભારતની જીતની પ્રાર્થના થઈ રહી છે. ભારત જીતવાથી પાકિસ્તાનને ફાયદો થશે. પાકિસ્તાને અંતિમ ચારમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની જીત અને હાર પર નિર્ભર રહેવું પડશે. આ કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારા મુકાબલા પહેલા પાકિસ્તાની ફેન્સ પણ ભારતની જીત માટે દુઆ કરી રહ્યા છે.
પાકિસ્તાની પત્રકાર મેહર તરારે પણ ટ્વિટર પર પાકિસ્તાની ફેન્સે સવાલ કર્યો છે કે તમે કોની જીતની પ્રાર્થના કરશો. ભારત કે ઈંગેન્ડ ? જેના પર અનેક પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીએ ભારતની જીત માટે દુઆ કરી છે.
આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ સવાલ કર્યો હતો કે પાકિસ્તાની ફેન્સ ભારત અને ઈંગ્લેન્ડની મેચમાં કઈ ટીમની જીતની પ્રાર્થના કરશે.So who are we supporting on Sunday, Pakistan?
England or India? — Mehr Tarar (@MehrTarar) June 27, 2019
પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડના 4 જીત સાથે 8 પોઇન્ટ છે અને બે મેચ રમવાની બાકી છે. જ્યારે પાકિસ્તાનના 7 પોઇન્ટ છે અને તેણે પણ બે મેચ રમવાની બાકી છે. જો ઈંગ્લેન્ડ એક મેચ હારે અને પાકિસ્તાન તેની બંને મેચ જીતે તો જ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે છે.Question to all Pakistan fans .. England vs INDIA .. Sunday .. who you supporting ? 😉
— Nasser Hussain (@nassercricket) June 26, 2019
World Cup: ભગવા જર્સીમાં જોવા મળ્યા ટીમ ઇન્ડિયાના સુપરહિરો, જુઓ PHOTOS અમરેલી અને ગીર પંથકમા પડેલા વરસાદથી ધારીના ખોડીયાર ડેમમાં પાણીની સપાટીમા થયો વધારો, જુઓ વીડિયોPakistanis have supported the Indian team many times against different teams of the west!
Your players have always had a huge following in Pakistan. In the recent past, Sachin and Dhoni, and now Kohli... Everyone loves Virat Kohli in Pakistan. https://t.co/Th3aUPaXHY — Mehr Tarar (@MehrTarar) June 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion