શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ભારત સામે હાર બાદ PCB ચેરમેને કેપ્ટન સરફરાઝને કર્યો ફોન, કહી આ વાત, જાણો વિગત
પીસીબીના જણાવ્યા મુજબ, બોર્ડ દ્વારા પાકિસ્તાન ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં વર્તમાન દેખાવને લઈ સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોર્ડના સભ્યો વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનના અપેક્ષાથી ઉણા ઉતરતા દેખાવને લઈ સમીક્ષા કરવા સહમત થયા છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપના સૌથી મોટા મુકાબલામાં પાકિસ્તાનને ભારત સામે મળેલી 89 રનથી હાર બાદ પાકિસ્તાન ટીમમાં ઠીક ન ચાલી રહ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ વર્લ્ડકપ બાદ ટીમના દેખાવને લઈ સમીક્ષા કરવાનું જણાવ્યું છે.
પીસીબીના જણાવ્યા મુજબ, બોર્ડ દ્વારા પાકિસ્તાન ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં વર્તમાન દેખાવને લઈ સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોર્ડના સભ્યો વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનના અપેક્ષાથી ઉણા ઉતરતા દેખાવને લઈ સમીક્ષા કરવા સહમત થયા છે. ઉપરાંત તેમણે ટીમમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે બાકીની મેચોમાં તેઓ શાનદાર પ્રદર્શન કરશે.
પીસીબીના ચેરમેન એહસાન મનીએ કેપ્ટન સરફરાઝ અહમદ સાથે ફોન પર વાત કરી હતી. મળતી માહિતી મુજબ તેમણે સરફરાઝને સાંત્વના આપી અને કહ્યું કે મુશ્કેલ સમયમાં ટીમની સાથે છે. હવે બાકીની ચાર મેચ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે મીડિયામાં ચાલી રહેલી ફેક સ્ટોરી પર ધ્યાન ન આપવાની સલાહ પણ આપી હતી.
રેનોની કોમ્પેક્ટ 7 સીટર કાર Triber થઈ રજૂ, જાણો કેવા છે ફીચર્સ ENGvAFG: ખતરનાક બાઉન્સર પર ઘાયલ થયા બાદ કેમ તરત જ ઉભો થઈ ગયો આ બેટ્સમેન, હવે કર્યો ખુલાસો વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહારPCB to review Pakistan's performance after CWC'19 Read @ANI story | https://t.co/eEIDCKEuoG pic.twitter.com/hwy399zHV7
— ANI Digital (@ani_digital) June 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement