શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી માટે આ કંપનીએ બનાવ્યા સ્પેશિયલ શૂઝ, વિશ્વમાં છે માત્ર 150 પીસ
વિરાટને આપવામાં આવેલા શૂઝ સફેદ અને ગોલ્ડન રંગના છે. તેમાં પ્યૂમા સ્પાઇક 19.1 છે. આ સ્પેશિયલ એડિશન શૂઝ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે સ્પોર્ટ્સ બ્રાંડ પ્યૂમાએ વિશેષ શૂઝ તૈયાર કર્યા છે. કેપ્ટન કોહલી આ શૂઝની સાથે વર્લ્ડકપ 2019માં ઇંગ્લેન્ડના મેદાનમાં ઉતરશે. મંગળવારે જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં કોહલી આ શૂઝ અંગે વાત કરતો નજરે પડે છે. કંપનીએ આ સ્પેશિયલ શૂઝને વન-8 નામ આપ્યું છે.
વિરાટને આપવામાં આવેલા શૂઝ સફેદ અને ગોલ્ડન રંગના છે. તેમાં પ્યૂમા સ્પાઇક 19.1 છે. આ સ્પેશિયલ એડિશન શૂઝ છે. કંપનીએ આ પ્રકારના માત્ર 150 શૂઝ જ બનાવ્યા છે. વિશ્વના 150 લોકો જ આ શૂઝ પહેરી શકશે. શૂઝની કિંમતનો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
કોહલીએ કહ્યું કે, પ્યૂમા પરિવારથી આ વિશેષ સન્માન મેળવીને ગૌરવ અનુભવી રહ્યો છું. અમારે ખૂબ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ ભાગ લેવાનો છે. હું પ્યૂમાના ગોલ્ડન શૂઝ પહેરીને મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છું. મને હંમેશાથી સફેદ અને ગોલ્ડ પસંદ છે. આ ડિઝાઇન મારી શરતો અને સ્ટાઇલ મુજબ જ છે.
શૂઝની કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
વર્લ્ડકપને લઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું, જાણો વિગત
વર્લ્ડકપમાં સફળતા માટે કોચ રવિ શાસ્ત્રીએ કોના લીધા આશીર્વાદ, કોણ હતું સાથે, જાણો વિગત
સમલૈંગિક સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારી ખેલાડીએ બહેન પર લગાવ્યો મોટો આરોપ, જાણો વિગતવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement