શોધખોળ કરો
કોહલીએ કહ્યું, લગ્ન બાદ કેપ્ટનશિપમાં થયો સુધારો, જાણો વિગત
આઈસીસીના એક કાર્યક્રમમાં કોહલીએ કહ્યું, લગ્ન બાદ હું પહેલા કરતા વધારે જવાબદાર બની ગયો છું. તેનાથી મારી કપ્તાનીમાં પણ બદલાવ આવ્યો છે. હું એક વ્યક્તિ અને ખેલાડી તરીકે પણ ઘણો બદલાઈ ગયો છું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપ શરૂ થવાના પહેલા જ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે, અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ ન માત્ર તેની રમતમાં જ બદલાવ આવ્યો છે પરંતુ કપ્તાનીમાં પણ સુધરી છે.
આઈસીસીના એક કાર્યક્રમમાં કોહલીએ કહ્યું, લગ્ન બાદ તમે વધારે જવાબદાર બની જાવ છો. લગ્ન તબાદ તમામ ચીજોને સારી રીતે સમજવાનું શરૂ કરો છે, દરેક વસ્તુ પર ભાર આપવા લાગો છે. હું પહેલા કરતા વધારે જવાબદાર બની ગયો છું. તેનાથી મારી કપ્તાનીમાં પણ બદલાવ આવ્યો છે. હું એક વ્યક્તિ અને ખેલાડી તરીકે પણ ઘણો બદલાઈ ગયો છું.
ભારત આજે બાંગ્લાદેશ સામે બીજી વોર્મ અપ મેચ રમી રહ્યું છે. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. ભારત 5 જૂને સાઉથ આફ્રિકા સામે મેચ રમીને વર્લ્ડકર અભિયાનનો પ્રારંભ કરશે.
વિરાટ કોહલી 2011ની વર્લ્ડકપ વિનિંગ ટીમનો હિસ્સો રહી ચુક્યો છે. 201માં તે ટીમનો વાઇસ કેપ્ટન હતો. પહેલી વખત તે વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે ઉતરી રહ્યો છે. આ કારણે તમામની નજર કોહલી પર છે.
2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે કેટલી સીટો જીતવાનો નક્કી કર્યો લક્ષ્ય, હવે કયા રાજ્યો પર આપશે ધ્યાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement