શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહ બંધાશે લગ્ન બંધને, લગ્નની તારીખ નક્કી જાણો!
નવી દિલ્લીઃ ઓપનિંગ ગૌતમ ગંભીર બાદ યુવરાજ સિંહના ફેંસ માટે પણ સારા સમાચાર છે. પહેલી વાત એ કે તે વન-ડેમાં પરત ફરી શકે છે. BCCI તરફથી બુધાવારે ફિટનેસ ટેસ્ટમાં યુવરાજ પાસ થયો છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સની માનવામાં આવે તો યુવરાજ સિંહ 30 નવેંબરે પોતાના હોમટાઉન ચંદીગઢમાં લગ્ન કરશે. ગયા વર્ષે 11 નવેંબર યુવરાજની સગાઇ થઇ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુવરાજ સિંહના ફેમિલી મેંબર્સ લગ્નની તારીખ નક્કી કરી દીધી છે. 30 નવેંબર તેના શહેરમાં આ લગ્ન થશે. આ લગ્ને ઇવેન્ટ મીડિયાથી દૂર રાખવામાં આવશે. ડિસેંબરના પહેલા વીકમાં રિસેપ્શન થશે. આ માટે 5 અને 7 ડિસેંબરની તારીખ નક્કી કરવામાં આવી છે.
યુવરાજ સિંહે બેંગ્લોરમાં ફિટનેશ ટેસ્ટ પાસ કરી લીધી છે. તે વન-ડે ટીમમાં પરત ફરી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ બાદ પાંચ મેચોની વન-ડે સીરિઝ પણ રમાવાની છે. યુવરાજ સિંહે 2013માં આફ્રિકા સામે છેલ્લી વન-ડે મેચ રમાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement