તમને જણાવીએ કે, યુવરાજ સિંહને પણ વર્ષ 2011માં કેન્સર હોવાની જાણકારી મળી હતી. આ દરમિયાન યુવરાજ ભારત માટે વર્લ્ડકપ રમી રહ્યો હતો. ટૂર્નામેન્ટ દરમિયાન જ યુવરાજને કેન્સર વિશે ખબર પડી અને તેણે મેદાન પર લોહીની ઉલ્ટી કરતાં પણ જોવા મળ્યો હતો. આ તમામ મુશ્કેલી છતાં યુવરાજે હાર ન માની અને પોતાના ધમાકેદાર પ્રદર્શનથી માત્ર ભારતને વર્લ્ડકપનો ખિતાબ જ ન અપાવ્યો પરંતુ સાથે સાથે કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપીને ફરી મેદાન પર વાપસી પણ કરી.
2/5
યુવરાજે કહ્યું કે, હું કેન્સર પીડિત 25 ગરીબ પરિવારના બાળકોની મારા ફાઉન્ડેશન યુવીકેન તરફતી સારવાર કરાવવાની જાહેરાત કરું છું. તેની સાથે જ યુવરાજે પોતાના ફેન્સને પણ અપીલ કરી કે આ અભિયાનમાં તે પણ તેની મદદ કરી શકે છે જેથી 25 બાળકોની સારવાર માટે વધુમાં વધુ ફંડ મેળવી શકાય.
3/5
યુવરાજે કહ્યું કે, આજે મારો જન્મદિવસ છ. મેં આજે કેન્સર જેવી ખતરનાક બીમારીને માત આપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છું. આ દેશમાં કરોડો એવા લોકો છે જે આ જીવલેણ બીમારીનો ભોગ બને છે પરંતુ રૂપિયા ન હોવાને કારણે તેની સારવાર નથી કરાવી શકતા.
4/5
નવી દિલ્હીઃ ભારકીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ 37 વર્ષના થયા છે. યુવરાજ હાલમાં ભરે ક્રિકેટના મેદાનથી દૂર છે પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સના દિલમાં તે આજે પણ રાજ કરે છે.
5/5
યુવરાજ સિંહએ પોતાના જન્મદિવસ પર એક પ્રતિજ્ઞા લીધી છે. યુવરાજે એક વીડિયો મેસેજ જારી કરીને કેન્સર પીડિત 25 ગરીબ પરિવારના બાળકોની સારવાર કરાવવાની જાહેરાત કરી છે.