શોધખોળ કરો
યુવરાજ સિંહે ભારતની વર્લ્ડકપ-2019ની તૈયારીઓને લઈને નારજગી વ્યક્ત કરી, કહ્યું- મજબૂત રણનીતિ જ ન હતી
યુવરાજે રિષભ પંત અને વિજય શંકર જેવા અનુભવી ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પસંદ કરવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપ 2019ની તૈયારીઓ ખોટી રીતે કરી હતી. તેમણે કહ્યું કે, ટીમના નબળા મીડર ઓર્ડર હારનું કારણ બન્યું છે. ભારતને ઇંગ્લેન્ડમાં રમયાયેલ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
યુવરાજે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, મીડલ ઓર્ડર માટે ભારત પાસે કોઈ મજબૂત રણનીતિ ન હતી. યુવરાજે રિષભ પંત અને વિજય શંકર જેવા અનુભવી ખેલાડીઓને મીડલ ઓર્ડરમાં પસંદ કરવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
યુવરાજે કહ્યું કે, ‘મને નથી લાગતું કે તે મારી તરફ જોઈ રહ્યા હતા (મીડર ઓર્ડર માટે). અંબાતી રાયડૂની સાથે જે થયું તેનાથી હું ખૂબ જ નિરાશ છું. તે એક વર્ષ કરતાં પણ વધારે સમયથી નંબર-4 પર બેટિંગ કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં પણ તેણે આમ કર્યું હતું. તેણે અંતિમ મેચમાં ત્યાં 90 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યા હતા.”
તેમણે કહ્યું, “જ્યારે અમે 2003 વર્લ્ડ કપ માટે જઈ રહ્યા હતા ત્યારે જે ટીમ ટૂર્નામેન્ટ રમી હતી તે જ ટીમ દરેક જગ્યાએ રમી હતી. અમારો અનુભવ શાનદાર રહ્યો. હું અમે મોહમ્મદ કૈફ 35-40 મેચ રમી ચૂક્યા હતા. અમારા ટોચના ક્રમ પાસે સારો અનુભવ હતો અને મીડલ ઓર્ડરની પાસે પણ સારો અનુભવ હતો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement