શોધખોળ કરો
કેનેડા લીગઃ યુવરાજસિંહની ટીમને પુરી પેમેન્ટ ના મળી. જાણો પછી શું કર્યું ટીમે?
એક પત્રકારે ટ્વિટ કર્યું હતું કે, ખેલાડીઓને પુરા પૈસા ન મળવાના કારણે બસ બોર્ડમાં બેસવાનો ખેલાડીઓને ઇનકાર કર્યો હતો

નવી દિલ્હીઃ કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી-20 ક્રિકેટ લીગમાં એક વિવાદ ઉભો થયો છે. આ વિવાદ ખેલાડીઓએ રૂપિયા ન મળવાના કારણે બસમાં ચઢવાનો ઇનકાર કરી દીધો તેને કારણે ઉભો થયો હતો. એક પત્રકારે ટ્વિટ કર્યું હતું કે, ખેલાડીઓને પુરા પૈસા ન મળવાના કારણે બસ બોર્ડમાં બેસવાનો ખેલાડીઓને ઇનકાર કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ટોરન્ટો નેશનલ્સ અને જ્યોર્જ બેલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ મોન્ટ્રિયલ ટાઇગર્સ વચ્ચે ભારતીય સમયાનુસાર રાત્રે 10 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ મેચ શરૂ થવામાં મોડુ થયુ હતું. ટીમના ખેલાડીઓની ટીમ બસમાં કથિત તરીકે ચઢવાનો ઇનકાર કર્યો હતો. ટોરન્ટો નેશનલ્સ ટીમની કેપ્ટનશીપ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહ સંભાળી રહ્યો છે.
પીટર ડેલ પેના નામના એક પત્રકારે તેના પર ટ્વિટ કર્યું હતું. સૂત્રોના મતે મોન્ટ્રિયલ ટાઇગર્સ અને ટોરન્ટો નેશનલ્સના ખેલાડીઓની ટીમ બસમાં ચઢવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેમની પેમેન્ટ બાકી હતી. બસને અડધો કલાક અગાઉ જવાનું હતુ પરંતુ 75 મિનિટ વિતવા છતાં ખેલાડી મેદાન પર પહોંચ્યા નહોતા. વિવાદ વધ્યા બાદ ગ્લોબલ ટી-20 લીગે પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે કેટલીક ટેકનિકલ કારણોસર મેચ શરૂ થવામાં મોડુ થયું છે. જોકે, ઓવરમાં કોઇ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી.Interesting comment in reply to this breaking news of @GT20Canada player protest over unpaid wages from the wife of a player who used to play for the Jamaica Tallawahs.... pic.twitter.com/RnmT0FCqm2
— Peter Della Penna (@PeterDellaPenna) August 7, 2019
વધુ વાંચો





















