શોધખોળ કરો
Advertisement
હરભજન સિંહે નંબર -4 માટે આ ખેલાડીનું નામ સૂચવ્યું, યુવરાજે ઉડાવી મજાક, જાણો
ટીમ ઈન્ડિયાના બે વર્લ્ડકપમાં જીતના હીરો રહી ચુકેલા યુવરાજ સિંહે હરભજન સિંહે નંબર-4 પર બેટિંગ ક્રમને લઈને કરેલ ટ્વીટ પર મજાકમાં જવાબ આપ્યો છે. યુવરાજનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાને નંબર-4 માટે બેટ્સમેનની જરૂર નથી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના બે વર્લ્ડકપમાં જીતના હીરો રહી ચુકેલા યુવરાજ સિંહે હરભજન સિંહે નંબર-4 પર બેટિંગ ક્રમને લઈને કરેલ ટ્વીટ પર મજાકમાં જવાબ આપ્યો છે. હરભજને ટ્વીટ કરી લખ્યું કે ટીમ ઇન્ડિયામાં નંબર-4 માટે સંજૂ સેમસન યોગ્ય બેટ્સમેન હોઈ શકે.
હરભજને કહ્યું કે, વનડેમાં નંબર -4 માટે સંજૂ સેમસન કેમ નઈ, તેની પાસે રમવાની સારી ટેકનીક છે, રમતની સમજ છે. આજે દક્ષિણ આફ્રિકા સામે આજે સારું રમ્યો છે.
Why not @IamSanjuSamson at number 4 in odi.. with good technique and good head on his shoulders.. well played today anyways against SA A
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 6, 2019
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા-એ તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરતા સેમસને દક્ષિણ આફ્રિકા-એ સામે 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને 36 રનોથી જીત અપાવી હતી.
યુવરાજનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાને નંબર-4 માટે બેટ્સમેનની જરૂર નથી. આ વાતને યૂવી સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ વનડે સીરીઝમાં અય્યરે નંબર 4 પર પ્રશંસનીય બેટિંગ કરી હતી અને 71 તથા 65નો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા યુવા બેટ્સમેન રિષભ પંતને નંબર 4 માટે અજમાવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પંત ખાસ કમાલ કરી શક્યો નથી.Why not @IamSanjuSamson at number 4 in odi.. with good technique and good head on his shoulders.. well played today anyways against SA A
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion