નવી દિલ્હીઃ હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટી20 સીરીઝ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ એક્સપર્ટ અને ફેનના મોઢે એક જ વાત સંભળાઈ રહી છે કે આખરે ધોનીએ ક્યા ક્રમ પર બેટિંગ કરવી જોઈએ, વર્લ્ડ કપમાં નંબર 4 પર બેટિંગ કોણ કરશે? ખુદ કેપ્ટન વિરાટ કોહલી પણ ઈશારો ઈશારોમાં એવું સ્વીકારી ચૂક્યા છે કે ટીમ લગભગ તૈયાર છે, બસ ચાર નંબરને લઈને અવઢવ છે. જ્યારે કોચ રવિ શાત્રી તો એવું કહી ચૂક્યા છે કે જરૂરત પડી તો વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરવા ઉતરશે. પરંતુ સવાલ એ પણ છે કે અંતે મિડલ ઓર્ડરના માહેર ગણાતા ધોની ક્યા ક્રમ પર બેટિંગ કરવા ઉતરશે.
2/2
તમામ દિગ્ગજોએ ધોનીના બેટિંગ ક્રમને લઈને પોતાનો મત આપ્યો છે. ત્યારે શુક્રવારે જ્યારે ટીમના સ્ટાર ખેલાડી ક્રિકેટર યુવરાજ સિંહે એવો સવાલ પૂછ્યો તો તેણે પોતાના જવાબથી વાતને ટાળી પણ દીધી અને ધોનીને સન્માન પણ આપ્યું. ધોનીએ ક્યા ક્રમ પર બેટિંગ કરવી જોઈએ એવું પૂછવા પર યુવરાજે કહ્યું કે, ‘આ મામલે તમારે ધોનીને પૂછવું જોઈએ કે તેને ક્યા ક્રમ પર બેટિંગ કરવી જોઈએ.’ યુવરાજે ઈશારામાં કહ્યું કે, ધોની એટલા અનુભવી છે કે તે જે ક્રમ પર બેટિંગ કરવા માગે તે ખુદ પસંદ કરી શકે છે.