પટેલ નવનિર્મામ સેનાં દ્વારા આ બાઈક રેલામાં આવવા માટે કેટલાક સૂચનો પણ મેસેજમાં આપવામાં આવ્યા છે જેમ કે, બાઈક સાથે આવવા માટે ઓરીજીનલ આરસ.સી.બુક, ઓરીજીનલ ડ્રાઈવિંગ લાઈસન્સ, પી.યુ.સી., હેલ્મેટ સાથે ફરજિયાત લાવવાનું કહેવામાં આવ્યું છે.
2/5
આ મેસેજમાં પટેલ નવ નિર્માણ સેના દ્વારા એક કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે જેથી જે પણ વ્યક્તિને આ રેલીમાં જોડાવવું તે વધારે માહિતી માટે સંપર્ક કરી શકે.
3/5
ઉલ્લેખનીય છે કે, આ મેસેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે નાના કાર્યરર્તાઓ દ્વારા આ બાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માટે કોઈએ પણ નાના નાના કાર્યકર્તાઓને આ અંગે ધાક, ધમકી કે દબાવવાનો પ્રયત્ન ન કરવો તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આમ કરવામાં આવશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ મેસેજમાં કહેવામાં આવી છે.
4/5
સુરતઃ આગામી 22 ઓક્ટોબર અને શનિવારના રોજ પટેલ નવનિર્માણ સેનાં, સુરત દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઈક રેલીનું આયોજન સુરતથી ઉદયપુર સુધી કરવામાં આવ્યું છે. બાઈક રેલી સવારે 5 કલાકે સુરતથી ઉપડશે તેવી માહિતી વોટ્સએપ દ્વારા પટેલ નવનિર્માણ સેના દ્વારા તમામ કાર્યકર્તાઓને આપવામાં આવી છે.
5/5
આ મેસેજમાં સૌથી મહત્ત્વૂપર્ણ વાત એ છે કે, લિખીતાંગમાં લખવામાં આવ્યું છે કે, 'મોટાથી થાકી ગયેલના નાના નાના કાર્યકર્તાઓ'. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતમાં પટેલ ઉદ્યોગપતિઓ દ્વારા ભાજપ અને ગુજરાત સરકારના આગેવાનો માટે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પટેલ ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ પાટીદારના કેટલાક લોકો રોષે ભરાયા છે.