શોધખોળ કરો
વાસનાંધ વેલ્સી અને સુકેતુની કામલીલાઃ લગ્ન પછીય વાસનાંધ વેલ્સી પ્રેમીને હોટલમાં મળવા જતી
1/6

સુરતઃ ચકચારી દિશીત મર્ડર કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિશીતની હત્યા લૂંટ કે અંગત અદાવતમાં નહીં, પરંતુ પત્ની વેલ્સીના લગ્ન પહેલાંથી ચાલી રહેલા પ્રેમ સંબંધને કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. ખૂદ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન પ્રમાણે દિશીતની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે મગરના આંસુ સારતી વેલ્સીની પોલ ખોલી નાંખી છે, ત્યારે વેલ્સી અને સુકેતુની કામલીલાના અનેક રહસ્યો પરથી પણ પડદો ઉઠી ગયો છે. તો આવો જાણીએ કેવી રીતે વેલ્સી અને સુકેતુની કામલીલા ચાલતી હતી અને કેવી રીતે ઘડ્યો હતો દિશીતની હત્યાનો પ્લાન. આગળ વાંચો ક્યાં થતી વેલ્સી અને સુકેતુની મુલાકાત, કઈ જગ્યાએ થતી કામલીલા
2/6

પોલીસ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, સુકેતુ અને વેલ્સી જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હોટલ પ્રિન્સમાં મુલાકાતો ગોઠવતા હતા. પ્રિન્સ હોટલમાં મહિનામાં 10થી 12 વખત બંનેની મુલાકાતો થતી હતી. આમ, બંનેને એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગતું હતું. જોકે, વેલ્સીને દીકરી ફિયાનાનો વિચાર આવતાં બંને ભાગી જવાનું માંડી વાળતા હતા. તેમણે બે મહિના પહેલા જ ભાગી જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ સાસરીવાળા દીકરી નહીં આપે, તેવા ભયથી વિચાર માંડી વાળ્યો હતો
Published at : 01 Jul 2016 10:09 AM (IST)
View More





















