સુરતઃ ગઈ કાલે વેસુમાં છઠ્ઠા માળે ઘરની ગેલેરીમાંથી કુદીને પ્રિયલે મોતને વ્હાલું કરી લીધું હતું. વેસુ વિસ્તારમાં આવેલી શોભન રેસિડેન્સીમાં છઠ્ઠા માળે રહેતી પ્રિયલ બ્રેકઅપ પછી પરેશાન હતી. આ પરેશાનીમાં પ્રિયલ પટેલે આ પગલું ભર્યું છે. પ્રિયલે છઠ્ઠા માળેથી છલાંગ લગાવી ત્યારે તેના મમ્મી-પપ્પા હાજર હતા. પ્રિયલે ગાદલું અને તકિયો નીચે ફેંકતાં તેના પિતા અને મમ્મી ગેલેરીમાં આવી પહોંચ્યા હતા. દરમિયાન પ્રિયલ પણ નીચે કુદવાનો પ્રયત્ન કરી રહી હતી. જોકે, તેને મમ્મી-પપ્પાએ પકડી રાખી હતી. પરંતુ પ્રિયલે તેમને ધક્કો મારીને દૂર કરી દીધા હતા અને ગેલેરીમાંથી છલાંગ લગાવતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
2/5
પ્રિયલના પિતાએ દીકરીએ અભ્યાસનો ભાર વધી જતાં આત્મહત્યા કરી હોઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે દીકરીને ન બચાવી શકવા અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
3/5
પ્રિયલ ટેબલટેનિસમાં ચેમ્પિયન હતી. તેમજ તે CA પણ કરતી હતી. પ્રિયલ કોલેજની કોમ્પિટિશનમાં ભાગ લઈ દરેક વખતે જીતી જતી હતી. આજે તેની બહેન એરિનાનો બર્થ ડે છે. જોકે, બર્થ ડે પહેલા પ્રિયલે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. એરીના ખાટીવાલા સ્કૂલમાં ઘોરણ 11 સાયન્સમાં ભણે છે. જેનો આજે બર્થ ડે છે. જેના સેલિબ્રેશન માટે પાર્ટી કરવાના હતા. આ અંગેની જાણ એરીનાએ બે દિવસ પહેલા જ પ્રિયલને કરી હતી.
4/5
આ ઘટનાની વધુ વિગત પ્રમાણે નીસીતકુમાર પટેલ પત્ની મયૂરાબેન અને બે દીકરીઓ પ્રિયલ (ઉ.વ. 21) અને એરિના સાથે વેસુ વિસ્તારમાં આવેલી શોભન રેસિડન્સીમાં છઠ્ઠા માળે રહે છે. તેઓ ઓએનજીસીમાં નોકરી કરે છે. પ્રિયલ એસપીબી કોલેજમાં બી.કોમના થર્ડ યરમાં અભ્યાસ કરે છે. પ્રિયલને ઘર પાસે રહેતા અવિલર નામના યુવક સાથે પ્રેમ હતો. જો કે, પ્રિયલના જીદ્દી સ્વભાને કારણે બ્રેકઅપ થઈ ગયું હતું. જેથી તેણે હતાશામાં આ પગલું ભર્યું હોય શકે. પ્રિયલે 12 કોમર્સમાં 83 ટકા મેળવ્યા હતા. જોકે, કોલેજમાં ખરાબ મિત્રોની સંગત થતાં એટીકેટી આવવા લાગી હતી.
5/5
પ્રિયલે જે દિવસે સૂસાઇડ કર્યું, તેની આગલી રાત્રે પોકેટમનીને લઈને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયલને રોજ 100થી 150 રૂપિયા પોકેટ મની આપવામાં આવતી હતી, પરંતુ તે વધુ પૈસા માગતી હોવાથી ઝઘડો થયો હતો. ઉમરા પોલીસે વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં તપાસ કરતા પ્રિયલે દિવસ દરમિયાન શું શું કર્યું તે અંગેની વિગતો આત્મહત્યા કરતા પહેલા અંગ્રેજીમાં લખી હતી. આ વિગતો અગ્રેજીમાં પાનું ભરીને લખી હતી, જે પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.