શોધખોળ કરો
સુરતઃ લક્ઝુરીયસ કારે પુલ પર બાઈકને ઉડાવતાં ત્રણનાં મોત, કારમાં કપલ શું કરતું હતું તે જાણીને લાગશે આઘાત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101308/2-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મિત્સુબિસી પજેરો ગાડીએ ઉડાવતા બાઇકના તો ફૂરચા ઉડી ગયા અને તેની સાથે ત્રણે જીવ ગુમાવ્યો હતો. ઘટના સ્થળેથી પજેરો ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોએ બેને સિવિલમાં દાખલ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પજેરો ગાડી કોઈ પોલીસ પરિવારની છે. ઘવાયેલા ત્રણમાં બેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101319/5-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિત્સુબિસી પજેરો ગાડીએ ઉડાવતા બાઇકના તો ફૂરચા ઉડી ગયા અને તેની સાથે ત્રણે જીવ ગુમાવ્યો હતો. ઘટના સ્થળેથી પજેરો ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોએ બેને સિવિલમાં દાખલ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પજેરો ગાડી કોઈ પોલીસ પરિવારની છે. ઘવાયેલા ત્રણમાં બેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
2/5
![કારમાંથી ત્રણેય જણા જુદી-જુદી દિશામાં ભાગતા લોકો અસમંજસમાં પડી ગયા હતા. મૃતકોમાં પતિ સાવરમલ ભગીરથરામ શર્મા, પત્ની ગૌરીદેવી સાવરમલ શર્મા અને દીકરી રૂકમા સાવરમલ શર્મા (તમામ રહે. શ્યામ વાટિકા, ડિંડોલી)નો સમાવેશ થાય છે. ઘવાયેલા લોકોમાં નારેશ્વર પાટીલ (ઉંમર 25 વર્ષ, કડોદરા), રાજેશ કેવટ (45 વર્ષ, સુમન આવાસ, ડિંડોલી) અને અન્ય એકનો સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101315/4-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કારમાંથી ત્રણેય જણા જુદી-જુદી દિશામાં ભાગતા લોકો અસમંજસમાં પડી ગયા હતા. મૃતકોમાં પતિ સાવરમલ ભગીરથરામ શર્મા, પત્ની ગૌરીદેવી સાવરમલ શર્મા અને દીકરી રૂકમા સાવરમલ શર્મા (તમામ રહે. શ્યામ વાટિકા, ડિંડોલી)નો સમાવેશ થાય છે. ઘવાયેલા લોકોમાં નારેશ્વર પાટીલ (ઉંમર 25 વર્ષ, કડોદરા), રાજેશ કેવટ (45 વર્ષ, સુમન આવાસ, ડિંડોલી) અને અન્ય એકનો સમાવેશ થાય છે.
3/5
![ઓવરટેક કરવાની લાયહમાં ત્રણે બાઈકોને અડફેટે લીધી હતી. મળતી માહિતી મુજબ કારમાં કપલ મસ્તી કરતું હતું. તેમાં ત્રણ જણા તો ફ્લાયઓવર પરથી 30 ફૂટ જેટલાં નીચે પડ્યા હતા. જેમાંથી બેના મોત થયા હતા. જ્યારે એક છોકરી અકસ્માતના સ્થળે મૃત હાલતમાં પડેલી હતી. ત્રણને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મિત્સુબિસીનો નંબર જીજે-5-જેએન-6285 હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ પજેરોનો ચાલક પીધેલી હાલતમાં હતો અને અકસ્માત થતાં ત્રણ જણા ઉતરીને ભાગ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101311/3-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓવરટેક કરવાની લાયહમાં ત્રણે બાઈકોને અડફેટે લીધી હતી. મળતી માહિતી મુજબ કારમાં કપલ મસ્તી કરતું હતું. તેમાં ત્રણ જણા તો ફ્લાયઓવર પરથી 30 ફૂટ જેટલાં નીચે પડ્યા હતા. જેમાંથી બેના મોત થયા હતા. જ્યારે એક છોકરી અકસ્માતના સ્થળે મૃત હાલતમાં પડેલી હતી. ત્રણને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મિત્સુબિસીનો નંબર જીજે-5-જેએન-6285 હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ પજેરોનો ચાલક પીધેલી હાલતમાં હતો અને અકસ્માત થતાં ત્રણ જણા ઉતરીને ભાગ્યા હતા.
4/5
![સુરતઃ સુરતમાં આવેલ ડિંડોલી બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. જેમાં એક પૂરપાટ આવી રહેલી કારે 3 બાઈકોને અડફેટે લેતા 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક મહિલા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે ભાગવાની કોશિશ કરી હતી, જોકે સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101308/2-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ સુરતમાં આવેલ ડિંડોલી બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. જેમાં એક પૂરપાટ આવી રહેલી કારે 3 બાઈકોને અડફેટે લેતા 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક મહિલા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે ભાગવાની કોશિશ કરી હતી, જોકે સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
5/5
![મળતી માહિતી મુજબ કારે ઓવરટેકની લહાયમાં ત્રણેક જેટલી બાઇકોને અડફેટે લેતાં ત્રણના મોત થયા હતા. ત્રણ બાઇક સવારો સાથે એક છોકરી અને મહિલા પણ હતા. તેમજ ત્રીજો પણ બાઇકચાલક આવતો હતો. તે દરમિયાન મિત્સુબિસી પજેરો ગાડીનો ચાલક બેફામ ઝડપે ઓવરટેક કરવા ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/02101306/1-Hit-and-run-3-killed-2-injured-in-Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી મુજબ કારે ઓવરટેકની લહાયમાં ત્રણેક જેટલી બાઇકોને અડફેટે લેતાં ત્રણના મોત થયા હતા. ત્રણ બાઇક સવારો સાથે એક છોકરી અને મહિલા પણ હતા. તેમજ ત્રીજો પણ બાઇકચાલક આવતો હતો. તે દરમિયાન મિત્સુબિસી પજેરો ગાડીનો ચાલક બેફામ ઝડપે ઓવરટેક કરવા ગયો હતો.
Published at : 02 Jul 2018 10:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)