શોધખોળ કરો
Advertisement

સુરતઃ 15 વર્ષનો છોકરો સગીરાને ઝાડીમાં લઈ ગયો ને પછી..........કોર્ટે કરી અનોખી સજા, જાણો વિગત

1/5

આ ઉપરાંત જુવેનાઈલના વાલી બે વર્ષ સુધી સુલેહ શાંતીનો ભંગ ન કરે તેમજ જામીન રજુ કરવા જણાવ્યું હતું. જુવેનાઈલ કોર્ટે સગીરને તકસીરવાર ઠેરવી વેસુ વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં એક મહિના સુધી પ્રતિદિન ત્રણ કલાક સેવા આપવાની સજા પણ કરી હતી.
2/5

આ કેસની વિગત અનુસાર એવી છે કે, સુરતના પાંડેસરાના વિસતનગર પાસે રહેતા 15 વર્ષના સગીરે ગઈ તારીખ 11-03-2016માં રાત્રિના સમયે એક સગીરાને ચોકલેટ અપાવવાની લાલચ આપી હતી.
3/5

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં સગીરાની છેડતી કરનાર સગીરને જુવેનાઈલ કોર્ટે દોષિત જાહેર ઠેરવીને એક મહિનાના સમયગાળા દરમિયાન પ્રતિદિવસ ત્રણ કલાક વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જવાની સજા ઉપરાંત તેના માતા-પિતાએ બાળ કલ્યાણ ફંડમાં 3 હજાર જમા કરવવાનો હુકમ કર્યો હતો.
4/5

આ કેસ કોર્ટમાં ચાલતાં સરકાર પક્ષે સરકારી વકીલ બકુલ પરજીયાએ દલીલ કરી હતી. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સગીરના માતા-પિતાને બાળ કલ્યાણ ફંડમાં 3 હજાર જમા કરાવવા તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ પ્રોબેશન ઉપર છોડી મુકવા હુકમ કર્યો હતો.
5/5

આ દરમિયાન સ્થાનિક રાહુલ નામનો યુવાન આ હરકતો જોઈ જતાં સગીર ફરાર થઈ ગયો હતો. સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સગીર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
Published at : 06 Jun 2018 10:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
