શોધખોળ કરો
સુરતમાં બિહારી યુવકે સાડા ત્રણ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારી કરી નાંખી હત્યા, જાણો વિગત
1/6

બાળકીની લાશ મળતાં પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસે બાળકીની લાશ સ્મીમેરમાં મોકલતાં પ્રાથમિક તપાસમાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી વીર્ય મળ્યું છે. ઉપરાંત ત્યાંથી એક વાળ પણ મળ્યો છે. એટલે હાલ તેના પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.
2/6

સુરતઃ લિંબાયતના ગોડાદરામાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બિહારી યુવકે બળાત્કાર ગુજારી હત્યા કરી નાંખતા અરેરાટી મચી ગઇ છે. ગત શનિવારે રાત્રે ઘર પાસેથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે 4 વાગ્યે મળ્યો હતો. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના જ રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો હતો. બીજી તરફ આ મકાનમાં રહેતો અનિલ યાદવ ભેદી સંજોગોમાં ગુમ છે.
Published at : 16 Oct 2018 11:01 AM (IST)
View More



















