બીનાબેનની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. જોકે, પોલીસને યુવતી સાથે ઝપાઝપી થઈ હોય કે યુવતીએ પ્રતિકાર કર્યો હોય તેવા કોઈ પુરાવા નથી મળ્યા ત્યારે હત્યારો કોઈ પરિચીત હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
2/5
ડાંગ પોલીસે તપાસ કરતાં મૃતક યુવતીનું નામ બીના હોવાનું સામે આવ્યું હતું અને તેઓ સુરતના હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં યુવતીની 27મીએ એટલે કે શનિવારે રાતે જ હત્યા થઈ હતી અને હત્યા કર્યા પછી લાશ અહીં ફેંકી દીધી હતી. તપાસમાં હત્યા બીજે થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
3/5
આ અંગેની વિગતો એવી છે કે, બીનાબેન વિરાણી(ઉ.વ.36) પતિ ડો.નીલેશ વિરાણી સાથે પંચરત્ન ટાવરના બી-106માં રહેતા હતા. ગત 27મી એપ્રિલે તેઓ વરાછામાં પોતાના પિયર ગયા હતા. જ્યાંથી સાંજે સાત વાગ્યે બજારમાં જવાનું કહીને નીકળ્યા હતા. આ પછી તેઓ ગૂમ થઈ ગયા હતા. બીજા દિવસે સવારે વઘઈ તાલુકાના સાકરપાતળ ગામ નજીકના કુંડા ફાટક નજીકના પુલ પાસેથી તેમની લાશ મળી હતી.
4/5
જોકે, પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી. ત્યારે પોલીસે કોલ ડિટેઇલ અને સુરતી ડાંગ જવાના રસ્તામાં આવતાં સીસીટીવી તપસાવના કામે લાગી છે. ટૂંક સમયમાં હત્યારા સુધી પહોંચી જાય તેવી શક્યતા પોલીસ જોઈ રહી છે. જોકે, તપાસ ચાલું હોવાથી હાલ પોલીસ કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે.
5/5
સુરતઃ લંબેહનુમાન રોડ પરના પંચરત્ન ટાવરમાં રહેતા ડોક્ટરની પત્નીની હત્યાના પાંચ દિવસ પછી પણ પોલીસ હત્યાનું કારણ જાણી શકી નથી. ઘરેથી પિયર ગયેલી યુવતીની બીજા દિવસે ડાંગના જંગલમાંથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવતીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.