યુવતીની ફરિયાદ પ્રમાણે ગત પાંચમી મેના રોજ રાતે 11 વાગ્યે યુવતીના ભાઈ સાથે અજય નામનો પોલીસવાળો ઘરે આવ્યો હતો. આ પોલીસકર્મીએ યુવતીનું બળજબરીથી મોઢું પકડી પછાડી હતી અને પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદ કરશે તો તેના ભાઈ અને પિતાને ફસાવી દેવાની ધમકી આપી હતી.
2/3
સુરતઃ શહેરના અડાજણની યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે છેડતીની ફરિયાદ કરતાં ભારે ચકચાર જાગી છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, પોલીસકર્મીએ યુવતીને નીચે પાડી મોઢું પકડી રાખી પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ ફરિયાદે હાલ પોલીસબેડામાં ભારે ચર્ચા જગાવી છે.
3/3
નોંધનીય છે કે, યુવતીએ પોલીસકર્મી સામે જ્યાં છેડતી થયાની ફરિયાદ કરી છે, તે જગ્યાએથી થોડા સમય પહેલા પોલીસે દારૂ કબ્જે કર્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ફસાવવા ગુનો નોંધાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સત્ય તપાસ પછી બહાર આવશે. હાલ અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.