શોધખોળ કરો
સુરતઃ ડો. દોશી સામે બળાત્કારનો કેસ યુવતીએ પાછો ખેંચી લીધો ને પતિને ખબર જ નથી, સમાજના આગેવાનો પણ ધુંઆાપુંઆ
1/5

સુરત: ટીમલીયાવાડ ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોશી સામેની બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું છે. હાઇકોર્ટે પ્રફુલ દોશી મારફત દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન મંજૂર કરી હતી. પીડિતાએ પણ કોર્ટમાં સોગંધનામું રજૂ કરી કહ્યું હતું કે ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. ડોકટર દોશી છેલ્લાં 42 દિવસથી જેલમાં હતા. ડોકટર દોશી સામેની ફરિયાદ જ રદ થઈ ગઈ હોવાની ચર્ચા વાગુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. જોકે આ અંગે તેના પતિને ખબર જ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સમાજના આગેવાનો પણ આ વાતને લઈ ધુંઆપુંઆ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
2/5

અઠવા પોલીસ મથકમાં ડોકટર પ્રફુલ દોશી સામે ક્લિનિકમાં ચેકઅપ માટે આવતી સગર્ભાએ ચોથી સપ્ટેમ્બર, 2018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પાંચમાં દિવસે ડો. પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે પહેલા એક દિવસ અને બાદમાં વધારાના રિમાન્ડ મંગાતા કુલ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ 12મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આ દરમિયાન પીડિતાને ન્યાય અપાવવા પ્રજાપતિ સમાજની મિટિંગ પણ મળી. વિવિધ સ્તરે રજૂઆતો પણ થઈ હતી.
Published at : 24 Oct 2018 11:03 AM (IST)
View More





















