આ ઘટનામાં ચંચળબેનના ભાઈએ જ્યાં સુધી તેઓ સુરત ન આવે ત્યાં સુધી મૃતદેહ ઉચકવાની ના પાડી દીધી હતી. બીજી તરફ પોલીસ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવા માટે આગ્રહ કરતી હતી. પિયર પક્ષના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવાનુ નક્કી થતા 5 કલાક બાદ મૃતદેહ ઘટના સ્થળેથી નવી સિવિલ ખસેડાયા હતા.
2/5
સુરતઃ પાલમાં આઈટી ઇન્સ્પેક્ટરની પત્નીએ ગઈ કાલે સવારે 8.30 વાગ્યે બિલ્ડિંગના 12માં માળેથી ત્રણ વર્ષના માસૂમ દીકરા સાથે કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ સમયે યુવતીના પતિ બાથરૂમમાં ન્હાવા ગયા હતા. સાસુ સાથે ઘરકંકાસમાં તેણે આવું પગલુ ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
3/5
આ ઘટનાને કારણે બુમાબુમ થતા પરિવાર નીચે દોડી ગયો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક ચંચળબેન સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પરિવાર મૂળ હરિયાણાનો છે. રામમેહર વર્ષ 2011થી સુરત ખાતે રીકવરી ઇન્સપેક્ટર તરીકે નોકરી કરે છે.
4/5
અડાજણ પાલની સ્તુતિ યુનિવર્સલ ખાતે રહેતા રામમેહર રામેશ્વરદાસ નૈન સુરત આયકર વિભાગમાં રિકવરી ઈન્સ્પેક્ટર છે. ગઈ કાલે સોમવારે સવારે 8.15 વાગ્યે તેઓ બાથરૂમમાં હતા ત્યારે પત્ની ચંચલબેન(ઉ.વ29)એ 3 વર્ષના માસૂમ પુત્ર અનિકેત સાથે પોતાના ફ્લેટના 12માં માળની ગેલેરી માંથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો.
5/5
દસેક દિવસથી સાસુ-વહુ વચ્ચે અબોલા હતા. જેથી રામનિહારે પત્નીને સાસુ સાથે બોલવા કહ્યું હતું અને જો તે નહી બોલે તો પોતે પણ પત્ની સાથે વાત નહીં કરે તેમ જણાવ્યું હતું. સોમવારે પણ પત્નીએ સાસુ સાથે બોલવાનું શરૂ નહીં કરતાં રામનિહારે બોલવાનું બંધ કરી દીધુ હતું. જેથી માઠું લાગતા તેમણે આ પગલુ ભર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.