શોધખોળ કરો
સુરતઃ પાટીદાર સમાજે લીધો ક્રાન્તિકારી નિર્ણય, ક્યા યુવકોને સમૂહ લગ્નમાં નહીં મળે એન્ટ્રી?
1/6

સુરત: વરરાજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન નોંધણીનો નિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજનાના સમૂહ લગ્ન સમારોહ માટે નક્કી થયો છે. સમાજ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ચાર દાયકાથી સમૂહ લગ્નની પ્રવૃતિ થાય છે. પરંતુ વરરાજા માટે વ્યસન હોય તો જ સમૂહ લગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્રવાસી સમાજે સરાહનીય પહેલ કરી છે.
2/6

નવા વિચાર તથા સામાજિક પરિવર્તન માટે હંમેશાં દિશા આપનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી 28મી જાન્યુઆરી 2018ના રોજ 59માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ માટે લગ્ન નોંધણી શરૂ કરવામાં આવી છે. પરંતુ લગ્ન નોંધણી માટે જેનાં લગ્ન થવાના છે તે મુરતિયાને કોઈપણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. તેવી શરત મુકવામાં આવી છે.
Published at : 01 Jun 2017 11:36 AM (IST)
View More























