સ્થાનિક વિસ્તારનાં કેટલાક ટપોરી યુવાનો બહેનોનો પીછો કરતા હોવાની પણ ફરિયાદ છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની જ ચૂકી છે. જેના પરિણામે ગોપીપુરામાં અશાંતધારો લાગુ કરાયો છે. આ ગંભીર કિસ્સામાં પોલીસ દ્વારા ઓરમાયું વર્તન દાખવાવમાં આવી રહ્યું છે.
2/7
બીજી તરફ પોલીસે જણાવ્યું કે, જૈન સમાજના લોકોની ફરિયાદ બાદ સ્થળની મુલાકાત લીધી હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં કાંઈ જણાયું નથી. તેમ છતાં ગંભીર પ્રકારનો આક્ષેપ હોવાથી પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસમાં કાંઈ નિકળશે તો ફરિયાદ લેવામાં આવશે.
3/7
ગાંધીએ જણાવ્યું કે, પી.આઈ. ભરવાડે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાધ્વી મહારાજ દ્વારા ઘટનાની વાત કરાઈ હતી. ઉપાશ્રયમાં પ્રવેશેલા અજાણ્યા યુવાનની ફૂટ પ્રિન્ટ પણ પોલીસને અપાઇ છે, છતાં કોઈ પગલાં નથી લેવાયાં અને ઉપાશ્રયનાં વિસ્તારમાં પોલીસ તરફથી સુરક્ષાનાં નામે મીંડું છે.
4/7
આ મામલે સાધ્વી મહારાજ ફરિયાદ નોંધાવવા તૈયાર હતાં, પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી રહી છે. છેવટે સાધ્વી મહારાજની સુરક્ષાને ધ્યાને લઈ સમાજના આગેવાન જીવન કલ્યાણ ટ્રસ્ટના આસીતભાઈ ગાંધીને જાણ કરાઈ હતી.
5/7
સુરતઃ સુરતનાં ગોપીપુરામાં આગમ દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં બેસતા વર્ષની રાત્રે સાધ્વી મહારાજની છેડતીની ઘટના બની હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા જૈન સમાજમાં આક્રોશ ફાટી નિકળ્યો છે અને આ અંગે આંદોલનની ચમકી અપાઈ છે.
6/7
આ હરકતોના કારણે સાધ્વી મહારાજ જાગી ગયાં હતાં અને બૂમરાણ કરી મૂકી હતી. તેના કારણે અજાણ્યો યુવાન ભાગી છૂટયો હતો. અન્ય સાધ્વીઓએ તેમને સાંત્વના આપી હતી અને આખી રાત સૌએ જાગીને ગુજારી હતી. બીજા જ દિવસે આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
7/7
ગોપીપુરા વિસ્તારમાં 25૫ જેટલા જૈન સાધ્વી મહારાજનાં ઉપાશ્રય છે. બેસતા વર્ષની મોડી રાત્રે ગોપીપુરામાં આગમ દેરાસર નજીકના ઉપાશ્રયમાં રાત્રે બારેક વાગ્યાનાં અરસામાં એક અજાણ્યો યુવાન બીજા માળે ઘૂસ્યો હતો. આ યુવાને ઉપાશ્રયમાં સૂતેલાં સાધ્વી મહારાજનાં કપડાં ઉંચાં કરીને ગંદી હરકતો કરવા માંડી હતી.