(Source: ECI/ABP News/ABP Majha)
Video: ગજબ થઇ ગ્યું.... AIએ ભારતના ત્રણ સ્ટાર સિંગરોના અવાજમાં ગાયા ગીતો, સાંભળીને લોકો રહી ગયા દંગ
હકીકતમાં જેમ ચેટ GPTમાં આપણે કંઈપણ જાણવા માટે સવાલો પૂછવાના હોય છે, એવી જ રીતે આ AI બૉટ્સમાં પણ વૉઇસ જનરેટ કરવા માટે સેમ્પલ વૉઇસ નાંખવો કરવો પડે છે.
AI Voice Generator: ટેકનોલૉજીની દુનિયા સતત આગળને આગળ વધી રહી છે. ગયા વર્ષે ઓપન એઆઈએ ચેટ જીપીટી લૉન્ચ કરીને એઆઈના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. આ ચેટબૉટ મનુષ્યની જેમ કોઈપણ સવાલોના જવાબ આપે છે, અને કેટલાય મુશ્કેલ કાર્યો ઓછા સમયમાં કરી શકે છે. આ વિશેષતાને લીધે તે ખૂબ જ લોકપ્રિય બન્યું અને આજે તે વિશ્વના કેટલાય પ્રૉડક્શનો અને સર્વિસોમાં સંકલિત થઈ ગયું છે. જોકે, AIનો કરિશ્મા અહીં અટક્યો નથી, અને તે પછી એવા AI ટૂલ્સ આવ્યા જે કમાન્ડ પર ફોટો જનરેટ કરી શકે છે. એવા કેટલાય ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા જે AI ની મદદથી બનાવવામાં આવ્યા હતા.
જોકે, આનાથી આગળ હવે એવા AI ટૂલ્સ આવી ગયા છે જે કોઈનો અવાજ જનરેટ કરી શકે છે. મતલબ વૉઇસ બૉટ્સ. થોડાક સમય પહેલા મેટાએ પોતાનો એક એવું બૉટ ઇન્ટ્રૉડ્યૂસ કર્યુ હતુ, જે કોઇના પણ અવાજને જનરેટ કરી શકે છે.
કઇ રીતે કામ કરે છે વૉઇસ જનરેટર AI ?
હકીકતમાં જેમ ચેટ GPTમાં આપણે કંઈપણ જાણવા માટે સવાલો પૂછવાના હોય છે, એવી જ રીતે આ AI બૉટ્સમાં પણ વૉઇસ જનરેટ કરવા માટે સેમ્પલ વૉઇસ નાંખવો કરવો પડે છે. AI ટૂલ થોડી સેકન્ડના અવાજને સાંભળીને આખુ ગીત બનાવી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર, Djmrasingh નામના યૂઝરે એવા કેટલાય સેમ્પલ શેર કર્યા છે જે તેને AIની મદદથી બનાવ્યા છે. પોતાની પૉસ્ટમાં તેને એ પણ સ્પષ્ટતા કરી છે કે આ ગીતો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુથી બનાવવામાં આવ્યા છે. એટલે કે તેમનો હેતુ પૈસા કમાવવાનો નથી.
View this post on Instagram
અરિજીત, આતિફ અને સોનૂના અવાજમાં - જગ ઘૂમેયા થારે જૈસા ના કોઇ....
જોકે આ ગીત રાહત ફતેહ અલી ખાને ગાયું છે, પરંતુ AI ટૂલની મદદથી તેને અરિજિત, આતિફ અને સોનુનો અવાજ આપવામાં આવ્યો છે.
આવા ટૂલ્સની સાથે આ છે ખતરો -
ખરેખરમાં, કોઈપણ આવા ટૂલ્સનો દુરુપયોગ કરી શકે છે. આ સાથે અવાજને ફરીથી બનાવીને કૌભાંડ અને છેતરપિંડી પણ કોઈની સાથે થઈ શકે છે. આ કારણોસર મેટાએ હજી સુધી આનું વૉઇસબૉક્સ ટૂલ બહાર પાડ્યું નથી. એક રીતે જોઇએ તો જેટલો AIના ફાયદા છે, એટલો જ ગેરફાયદો રહેશે.
Join Our Official Telegram Channel: