Amazon પરથી હવે નહીં મંગાવી શકો આ વસ્તુઓ, કંપનીએ આ સર્વિસ બંધ કરવાનો લીધો નિર્ણય, જાણો કારણ
અમેઝોને એડટેક સર્વિસ પહેલીથી જ બંધ કરી દીધી છે, હવે કંપની વૈશ્વિક સ્તર પર કર્મચારીઓની છટણીની યોજના પર કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ ઇ-કૉમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની અમેઝૉન કંપનીના ગ્રાહકોને એક મોટો ફટકો પડ્યો છે, હવે કંપનીમાંથી તમે ફૂડ માટે ઓર્ડર નહીં કરી શકો, કંપનીએ ફૂડ ડિલીવરી સર્વિસ સિસ્ટમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમેઝૉનો પોતાની રેસ્ટૉરન્ટ પાર્ટનર્સને સૂચિત કરતા કહ્યું છે કે, અમેઝૉન ઇન્ડિયાએ આ વર્ષે 29 ડિસેમ્બરે પોતાના ખાદ્ય વિતરણ વ્યવસાયને બંધ કરવાનો ફેંસલો કર્યો છે. કંપનીઓ પોતાની ફૂડ ડિલીવરી સર્વિસની શરૂઆત મે 2020માં બેંગ્લુરુથી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમેઝોને એડટેક સર્વિસ પહેલીથી જ બંધ કરી દીધી છે, હવે કંપની વૈશ્વિક સ્તર પર કર્મચારીઓની છટણીની યોજના પર કામ કરી રહી છે. કંપનીએ રેસ્ટૉરન્ટ પાર્ટનર્સે કહ્યું છે કે, કંપની પોતાની બિઝનેસ ડીલ પુરી કરશે, સાથે જ તમામ કૉન્ટ્રાક્ટ્સને પણ પુરી કરશે, ફૂડ ડિલીવરી સિસ્ટમને બંધ કરવાના ફેંસલાને અમેઝૉન તબક્કાવાર રીતે લાગુ કરવા જઇ રહી છે.
ફૂડ ડિલીવરી સિસ્ટમ બંધ કરવાનું શું છે કારણ -
ફૂડ ડિલીવરી સર્વિસને બંધ કરવાને લઇને અમેઝૉનનું કહેવુ છે કે, વાર્ષિક ઓપરેટિંગ રિવ્યૂમાં એ વાત સ્પષ્ટ થઇ છે કે, આ સર્વિસને હવે આગળ નથી વધારી શકાતી. કંપની દ્વારા સાવધાનીપૂર્વક મૂલ્યાંકન બાદ 29 ડિસેમ્બર, 2022થી આને બંધ કરવાનો નિર્ણય લીધો છો. એટલે કે તમે અમેઝૉન ફૂડ દ્વારા ઓર્ડર નહીં કરી શકો, તમે અમેઝૉન પરથી ફૂડ નહીં મંગાવી શકો.
એમેઝોન 10 હજાર કર્મચારીઓની છટણી કરશે
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, એમેઝોન કોર્પોરેટ અને ટેક્નોલોજી ક્ષેત્રે લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો કંપનીના ઈતિહાસમાં સૌથી મોટો હશે.
દુનિયાના 40 દેશોમાં અમેઝોન વિરૂદ્ધ જોરદાર પ્રદર્શનો
વિશ્વના 40 દેશોમાં હજારો એમેઝોન કર્મચારીઓ દ્વારા કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. મોટા પ્રમાણમાં કર્મચારીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યાં છે. આ ધરણાં પ્રદર્શનને બ્લેક ફ્રાઈડે સેલ્સ નામ આપવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનો ત્યારે શરૂ થયા છે જ્યારે Thanksgiving Dayનો દિવસ આવવા જઈ રહ્યો છે. જાહેર છે કે, આ દિવસે મોટા પ્રમાણમાં લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અમેઝોન વિરૂદ્ધ તેના જ હજારો કર્મચારીઓએ અમેરિકા, બ્રિટન, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સહિત યુરોપના ઘણા દેશોમાં સારા વેતન અને કમ્મરતોડ મોંઘવારીને કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસને ધ્યાનમાં રાખીને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવાને લઈને માંગ કરી રહ્યા છે. 40 દેશોમાં કર્મચારીઓ મેક એમેઝોન પે નામનું અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશને વિવિધ દેશોના ટ્રેડ યુનિયનો, પર્યાવરણ અને સિવિલ સોસાયટી જૂથો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળી રહ્યું છે. આ યુનિયનોની માંગણી છે કે આ ટેક કંપનીઓ કાયદાનો આદર કરી એ કર્મચારીઓ સાથે વાત કરે જેપોતાના કામમાં સુધારો કરવા માંગે છે. તેમજ કંપની સત્વરે જ તેમની ભયંકર, અસુરક્ષિત પ્રથાઓ બંધ કરે.