શોધખોળ કરો

આ વ્યક્તિએ Apple કંપની પર ઠોક્યો 163 અબજ રૂપિયાનો કેસ, iPhone ખરીદ્યા બાદ આવતો હતો આ પ્રૉબ્લમ

આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે.

Apple Case for Defective Battery : ટેક જાયન્ટ્સ એપલ હવે ફરી એકવાર વિવાદોમાં ફંસાઇ છે, એક શખ્સે એપલ પર મોટી તગડી રકમનો કેસ ઠોકી દીધો છે. શું તમે iPhoneની ખરીદી બાદ યૂઝ દરમિયાન ખરાબ બેટરીથી પરેશાન છો ? આ સવાલ હાલમાં એટલા માટે ખુબ ચર્ચામાં છે, કારણ કે હાલમાં એપલ કંપની પર પણ આવો જ આરોપ લગાવવામાં આવ્યો છે. 

આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે. અમેરિકન કંપની પર આરોપ છે કે તેને એક સૉફ્ટવેર અપડેટ કરીને લાખો iPhonesમાં ખરાબ બેટરી હાઇડ કરી હતી. વળી, ગ્રાહકોને ખબર ન હતી કે કંપની તેની પ્રૉડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી ખરાબ બેટરીને ગ્રાહકોથી છુપાવી રહી છે. જાણો શું છે આખો મામલો ને કેમ કરવામાં આવ્યો છે કેસ....... 

કોણે કર્યો છે એપલ પર દાવો ?
યૂનાઇટેડ કિંગડમમાં આઇફોન યૂઝર્સ તરફથી કન્ઝ્યૂમર ચેમ્પિયન જસ્ટિન ગુટમેને કેસ દાખલ કર્યો છે, રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે, ટેક જાયન્ટ હવે યૂનાઇટેડ કિંગડમમાં 1.6 બિલિયન પાઉન્ડથી વધુની રકમ અને વ્યાજના કેસનો સામનો કરી રહી છે. કેસની કોર્ટ ફાઇલિંગ અનુસાર, ગુટમેનના વકીલો દલીલ કરે છે કે એપલે કેટલાક ફોન મૉડલ્સમાં બેટરી વાળા મુદ્દાને છુપાવ્યો હતો અને સાયલન્ટલી પાવર મેનેજમેન્ટ ટૂલ ઇન્સ્ટૉલ કરી દીધુ હતુ. 

એપલે શું કહ્યું - 
જોકે, એપલ કંપની પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે, મોટાભાગના ફોનની બેટરી ખરાબ નથી, iPhone 6s મૉડલના અમૂક યૂનિટને જ આ પ્રૉબ્લમનો સામનો કરવો પડી રહ્યો હતો. કંપનીએ આ માટે કાર્યવાહી પણ કરી હતી. કંપનીએ iPhone 6sની ખરાબ બેટરીવાળા કસ્ટમર્સને ફ્રીમાં બેટરી એક્સચેન્જ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Apple iPhone 6sના પરફોર્મન્સમાં 10 ટકા જેવો થોડો ઘટાડો થયો છે.

આઇફોન નિર્માતાએ ખરાબ બેટરી અંગેના આ તમામ આરોપને સખત રીતે વખોડી કાઢ્યા છે. કંપની 2017માં જાહેર કરવામાં આવેલા માફીપત્ર તરફ પણ ધ્યાન દોરી રહી છે, જે અસરગ્રસ્ત ગ્રાહકોને સસ્તી બેટરી રિપ્લેસમેન્ટ ઓફર કરે છે.

Apple પોતાના યૂઝર્સને આપ્યુ મોટુ અપડેટ, હવે આ પ્રકારની સમસ્યાઓ થશે મિનિટોમાં ખતમ, જાણો

Apple Rapid Security response Update: દુનિયાની મોટી ટેક જાયન્ટ્સ કંપની એપલે iOS, iPadOS અને macOS માટે Rapid Security Response નામનું અપડેટ રિલીઝ કર્યુ છે. ખરેખરમાં, આ એક નવા પ્રકારનું સૉફ્ટવેર અપડેટ છે જે Appleની તમામ પ્રૉડક્ટ્સમાં મોટી મોટી બગો અને એરરને રિપેર કરશે, કંપનીએ પોતાના સપૉર્ટ પેજ પર લખ્યું છે કે આ અપડેટ સફારી બ્રાઉઝર, વેબકિટ ફ્રેમવર્ક સ્ટેક અને અન્ય સિસ્ટમ લાઇબ્રેરી સહિતની ઘણીબધી વસ્તુઓને રિપેર કરશે. આ અપડેટ સૉફ્ટવેર અપડેટ કરતાં વધુ ઝડપથી ડાઉનલૉડ થાય છે, અને યોગ્ય રીતે ઇન્સ્ટૉલ થયા પછી ઑપરેટિંગ સિસ્ટમની પાછળ a લખવામાં આવે છે.

માની લો કે, તમે Mac યૂઝર છો અને તેમાં macOS 13.3.1 છે, તો Rapid Security Response ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ થઈ ગયા પછી તમને સિસ્ટમ પર macOS 13.3.1 (a) લખેલું દેખાશે.

માત્ર આમને જ મળશે અપડેટ 
રેપિડ સિક્યૉરિટી રિસ્પૉન્સ અપડેટ Apple એ લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન માટે રૉલ આઉટ કર્યું છે, જેમાં iOS 16.4.1, iPadOS 16.4.1 અને macOS 13.3.1 સામેલ છે. જો તમે જુની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો તો તમને આ દેખાશે નહીં.

આ રીતે કરો અપડેટ 
iPhone પર Rapid Security Response અપડેટ ડાઉનલૉડ કરવા માટે, Settings > Software Update > Automatic Updates પર જાઓ. ધ્યાન રહે કે તમે "સિક્યૉરિટી રિસ્પૉન્સ અને સિસ્ટમ ફાઇલ્સ" નો ઓપ્શન ઓન કરેલો હોય. આ અપડેટ મેક પર પણ ડાઉનલૉડ કરવાની રહેશે. MacRumours પ્રમાણે, હમણાં અમૂક જ લોકોને આ અપડેટ દેખાઇ રહ્યુ છે. આગામી 48 કલાકમાં આ તમામ Mac યૂઝર્સને દેખાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget