Apple Store: દિલ્હીના આ મૉલમાં 20 એપ્રિલે ખુલશે એપલનો પહેલો સ્ટૉર, જાણો ક્યારથી કરી શકશો ખરીદી
Appleનો પહેલો રિટેલ સ્ટૉર 20 એપ્રિલે સિલેક્ટ સિટી વૉક મૉલ, સાકેત ખાતે દિલ્હીમાં ખુલવા જઈ રહ્યો છે. યૂઝર્સ 20 એપ્રિલે સવારે 10 વાગ્યા પછી સ્ટૉરમાંથી ખરીદી કરી શકશે,
Apple Offline Store In delhi: તમે પણ જો અત્યાર સુધી કોઇ એપલની પ્રૉડક્ટ ખરીદી હશે, તો તે તમે ઓનલાઈન ઓર્ડર કરી હશે અથવા તો એપલના થર્ડ પાર્ટી સ્ટૉરમાંથી ખરીદી હશે. કેમ કે, એપલના ખુદના રિટેલ સ્ટૉર્સ ભારતમાં અત્યાર સુધી ન હતા, પણ હવે એવું નથી. Apple ભારતમાં તેના બે રિટેલ સ્ટૉર ખોલવા જઈ રહી છે, જેમાંથી એક 18 એપ્રિલે મુંબઈના Jio World Drive Mallમાં ખુલશે, તો બીજો સ્ટૉર Apple દિલ્હીના એક મૉલમાં ખોલવા જઈ રહ્યું છે. તે ક્યારથી ખુલશે અને તમે ક્યારથી ખરીદી કરી શકશો, જાણો અહીં......
દિલ્હીમાં અહીં ખુલવા જઇ રહ્યો છે એપલનો પહેલો રિટેલ સ્ટૉર -
Appleનો પહેલો રિટેલ સ્ટૉર 20 એપ્રિલે સિલેક્ટ સિટી વૉક મૉલ, સાકેત ખાતે દિલ્હીમાં ખુલવા જઈ રહ્યો છે. યૂઝર્સ 20 એપ્રિલે સવારે 10 વાગ્યા પછી સ્ટૉરમાંથી ખરીદી કરી શકશે, એટલે કે હવે એપલ પ્રૉડક્ટ્સ મેળવવા માટે તમારે થર્ડ પાર્ટી સ્ટૉર્સ કે ઓનલાઈન જવાની જરૂર નથી. તમે કંપનીના સ્પેશ્યલ સ્ટૉરમાંથી પ્રૉડક્ટની ખરીદી કરી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આવેલી કંપનીનો સ્ટૉર 22,000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ખોલવામાં આવી રહ્યો છે, જ્યારે દિલ્હીમાં ખોલવામાં આવનાર સ્ટૉર 10,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો હશે.
મુંબઇમાં સ્ટૉર ખોલવા પર કંપનીએ મુકી આ ડિમાન્ડ -
મુંબઈમાં પોતાનો સ્ટૉર ખોલતી વખતે ટેક દિગ્ગજ Appleએ Jio World Drive Mall સાથે એક કરાર કર્યો છે કે, એપલ સ્ટૉરની આજુબાજુમાં કેટલીક સિલેક્ટેડ બ્રાન્ડ્સ તેમની દુકાનો ખોલી શકશે નહીં, અથવા તો Apple Storeની આસપાસ કોઈ જાહેરાત પણ મુકી શકશે નહીં. આમાં ડેલ, એચપી, ગૂગલ, માઇક્રોસૉફ્ટ, ટ્વીટર, તોશિબા, આઇબીએમ, ઇન્ટેલ અને લેનોવો જેવી બ્રાન્ડ સામેલ છે.
આ નામથી ઓળખાશે સ્ટૉરમાં કામ કરનારા કર્મચારીઓ -
Appleના વિશ્વભરમાં 500થી વધુ રિટેલ સ્ટૉર્સ અવેલેબલ છે. હવે કંપની ભારતમાં પણ બે ઓફિશિયલ સ્ટૉર ખોલવા જઈ રહી છે. ગ્રાહકોને સ્ટૉર પર એક્સક્લૂસિવ ઑફર્સ અને બેસ્ટ એક્સપીરિયન્સ મળવાની સંભાવના છે. કંપની એપલ સ્ટૉરમાં કામ કરતા કર્મચારીઓને એપલ જીનિયસના નામથી સંબોધિત કરે છે.
આ બ્રાન્ડ્સ નહીં ખોલી શકે દુકાનો
ડેટા એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સના એક્સેસ કરવામાં આવેલા એગ્રિમેન્ટ અને ઇકોનૉમિક ટાઇમ્સ અનુસાર, કેટલીક બ્રાન્ડ મુંબઈમાં Apple સ્ટૉરની નજીક પોતાની દુકાનો નથી ખોલી શકતી, એટલુ જ નહીં તે જાહેરાતો પણ નથી કરી શકતી. જુઓ આ તમામ બ્રાન્ડસની યાદી.....
અમેઝૉન
ફેસબુક
ગૂગલ
LG
માઇક્રોસૉફ્ટ
સોની
ટ્વીટર
Bose
ડેલ
ડેવિએલેટ
ફૉક્સકૉન
ગાર્મિન
હિતાચી
HP
HTC
IBM
ઇન્ટેલ
લેનોવો
Nest
પેનાસૉનિક
તોશિબા
આ રિપોર્ટમાં આ 21 નામો બતાવવામાં આવ્યા છે, પરંતુ આમાં એક અજાણ્યું નામ સેમસંગનું પણ હોઈ શકે છે. આ લાંબુ લિસ્ટ જોતા રિટેલ કન્સલ્ટિંગ ફર્મ થર્ડ આઈસાઈટ કહે છે કે સ્પર્ધાત્મક બ્રાન્ડ્સની આટલી લાંબી યાદી હોવી સામાન્ય રીતે અસામાન્ય છે.