શોધખોળ કરો

Appleએ લૉન્ચ કર્યુ આંખોના ઇશારે કામ કરનારું ખાસ ડિવાઇસ, યૂઝરને આ રીતે કરશે મદદ

આ પ્રૉડક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ વર્ચ્યૂઅલ અને વાસ્તવિક દુનિયાને જોડે છે. કંપનીએ આને વર્ચ્યૂઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીથી સજ્જ કર્યું છે.

Apple Event 2023: ટેક દિગ્ગજ પોતાના નવા ઇનૉવેશન માટે જાણીતી છે, ગ્રાહકો પણ એપલની કોઇપણ પ્રૉડક્ટ્સ પર આંખો બંધ કરીને વિશ્વાસ રાખે છે. હવે Appleની વાર્ષિક ઈવેન્ટમાં આ વખતે દરેક વ્યક્તિ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા તે પ્રૉડક્ટ લૉન્ચ થઇ ચૂકી છે, આ છે મિક્સ્ડ રિયાલિટી હેડસેટ. છેવટે એપલે સોમવારે મોડી રાત્રે આ પ્રૉડક્ટ પરથી પડદો ઉઠાવી લીધો છે. કંપનીએ WWDC 2023 દરમિયાન આ પહેલા મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લૉન્ચ કર્યા હતા, જેને Apple Vision Pro નામ આપવામાં આવ્યું છે.

બદલાઇ જશે તમારી દુનિયા - 
આ પ્રૉડક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ વર્ચ્યૂઅલ અને વાસ્તવિક દુનિયાને જોડે છે. કંપનીએ આને વર્ચ્યૂઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીથી સજ્જ કર્યું છે. આ હેડસેટને માથા પર પહેરી શકાય છે, અને તે પછી આની સ્ક્રીન આંખોની સામે આવે છે. તે માત્ર મનોરંજનથી માંડીને ગેમિંગની શૈલીમાં જ નહીં, પણ આવનારા સમયમાં પણ લોકોની કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે.

આંખોથી થશે કન્ટ્રૉલ - 
Appleનો દાવો છે કે, આ મિક્સ્ડ રિયાલિટી હેડસેટને અવાજ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત આંખોના ઈશારાથી પણ આને કન્ટ્રૉલ કરી શકાશે. એવું કહી શકાય કે આ ડિવાઇસીસની મદદથી તમે તમારી આંખોના ઇશારાથી તમારી આસપાસની દુનિયાને અમુક હદ સુધી કન્ટ્રૉલ કરી શકશો.

કંપનીએ કર્યો આવો દાવો - 
આ એલ્યૂમિનિયમ ફ્રેમ પર બનેલી છે. તેના આગળના ભાગમાં વળાંકવાળા ચશ્મા છે. આમાં ઇમેજ કેપ્ચર કરવા માટે ફિઝિકલ બટન આપવામાં આવ્યું છે. ઓડિયો પૉડ્સ બાજુ પર મૂકવામાં આવ્યા છે. વિઝન પ્રૉમાં Appleની M2 ચીપ અને R1 ચીપ લગાવવામાં આવી છે. આની ડિસ્પ્લે માઈક્રૉ-OLED છે. કંપનીનો દાવો છે કે 3D કન્ટેન્ટ જોવા માટે આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ડિવાઇસ છે.

આટલી હશે કિંમત  - 
હવે વાત કરીએ Apple Vision Proની કિંમત વિશેની, કંપનીએ આની કિંમત 3,499 ડૉલર એટલે કે લગભગ 2 લાખ 88 હજાર 724 રૂપિયા નક્કી કરી છે. Appleની આ ફ્યૂચરિસ્ટિક પ્રૉડક્ટ આવતા વર્ષથી એટલે કે 2024થી માર્કેટમાં અવેલેબલ થઇ  જશે. 

વિઝન પ્રૉને હમણાં જ હૉમ વ્યૂ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં એપલના સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ફેસિલિટીઝનું ગૃપ જોવા મળે છે. જેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્સ, મેઇલ, મ્યૂઝિક, મેસેજ અને સફારી જેવા ફિચર્સ અવેલેબલ છે. આ નવા ડિવાઇસને કન્ટ્રૉલર અને હાર્ડવેરની જરૂર નથી. આંખોને ટ્રેક કરીને તે જાણી શકે છે કે યૂઝર કયા આઇકોનને જોઈ રહ્યો છે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget