શોધખોળ કરો

BSNL 5G Launch Date: BSNL 5G સેવાના લોન્ચ પર આવ્યું મોટું અપડેટ, લોન્ચ તારીખ કરાઇ જાહેર!

BSNL 5G: ધ હિન્દુના અહેવાલ મુજબ, BSNL તેની 5G સેવાઓ સંક્રાંતિ 2025 સુધીમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં કંપની કેટલીક મૂળભૂત બાબતો પર કામ કરી રહી છે.

BSNL 5G Service: Jio, Airtel અને Vodafone-Idea બાદ હવે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની 4G અને 5G સેવાની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. BSNL એ સત્તાવાર રીતે તેની 5G સેવાઓના રોલઆઉટની પુષ્ટિ કરી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના જણાવ્યા અનુસાર, BSNLનું 5G રોલઆઉટ કદાચ 2025માં શરૂ થશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે BSNL એ તેના 5G રેડિયો એક્સેસ નેટવર્ક (RAN) અને કોર નેટવર્કનું 3.6 GHz અને 700 MHz ફ્રીક્વન્સી બેન્ડ્સ પર સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે. ટૂંક સમયમાં ભારતમાં 5G સેવાઓ શરૂ થશે.               

BSNL 5G સેવા ક્યારે શરૂ થશે?     

ધ હિંદુના અહેવાલ મુજબ, BSNLના આંધ્ર પ્રદેશના પ્રિન્સિપલ જનરલ મેનેજર એલ. શ્રીનુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે BSNL તેની 5G સેવાઓ સંક્રાંતિ 2025 સુધીમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં કંપની કેટલીક મૂળભૂત બાબતો પર કામ કરી રહી છે. જેમ કે ટાવર અને અન્ય આવશ્યક સાધનોને અપગ્રેડ કરવું, જેથી 5Gનો રોલ આઉટ શક્ય તેટલી વહેલી તકે થઈ શકે.          

BSNL મિશન 2025       

હાલમાં, BSNL દેશભરમાં 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરી રહ્યું છે, જેને વર્ષ 2025 સુધીમાં 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે. BSNLનું લક્ષ્ય 2025ના મધ્ય સુધીમાં 100,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરવાનું છે. આમાં અત્યાર સુધીમાં 39,000 સાઈટની સ્થાપના કરવામાં આવી છે. BSNL દેશની પ્રથમ ઓપરેટર હશે જે સ્વદેશી 4G અને 5G બંનેનો અમલ કરશે. BSNLની આ સેવા હાલમાં ટેસ્ટિંગ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. BSNLનું 5G રોલઆઉટ કદાચ 2025માં શરૂ થશે.               

700 MHz પ્રીમિયમ બેન્ડનું મહત્વ      

રિલાયન્સ જિયોની સાથે, BSNL એકમાત્ર ટેલિકોમ કંપની છે જે 700 MHz પ્રીમિયમ બેન્ડની ઍક્સેસ ધરાવે છે. આ બેન્ડ વધુ સારું કવરેજ પૂરું પાડે છે, જ્યારે એરટેલ અને વોડાફોન આઈડિયાએ ઊંચા ખર્ચને કારણે તેને અપનાવવાનું નક્કી કર્યું નથી.            

આ પણ વાંચો : Android યૂઝર્સ સાવધાન, તમારા બેન્કિંગ કૉલ્સને ટ્રેસ કરી રહ્યાં છે સ્કેમર્સ, ફોનમાં ઘૂસ્યો આ ખતરનાક માલવેયર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

Embed widget