(Source: ECI/ABP News/ABP Majha)
BSNLના આ નવા પ્લાનથી હવે Airtel અને Jioનું ટેન્શન વધ્યું, 320GB ડેટા સાથે વેલિડિટી 160 દિવસની છે
BSNL એ પણ લોકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં લોકોને ઈન્ટરનેટ ડેટાની સાથે લાંબી વેલિડિટી પણ મળશે.
BSNL: તાજેતરમાં, દેશની ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. ત્યારથી બીએસએનએલ તરફ લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન BSNL એ પણ લોકો માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં લોકોને ઈન્ટરનેટ ડેટાની સાથે લાંબી વેલિડિટી પણ મળશે. આટલું જ નહીં, તમને આમાં બીજા ઘણા ફાયદાઓ પણ મળવાના છે. તમને જણાવી દઈએ કે BSNL ઘણા રાજ્યોમાં 4G સેવા શરૂ કરી ચૂકી છે.
Stay charged up with BSNL's recharge voucher ₹997/- mobile plan!
— BSNL India (@BSNLCorporate) August 16, 2024
Dive into endless entertainment with games, music, and more. #RechargeNow: https://t.co/cUEGE1v8sd (For NZ,WZ & EZ), https://t.co/b2Ec9GeD1W (For SZ) #BSNL #BSNLRecharge #SwitchToBSNL pic.twitter.com/v5S7M17xM2
તમને જણાવી દઈએ કે BSNLના આ નવા રિચાર્જમાં લોકોને 160 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય BSNLના આ પ્લાનમાં યૂઝર્સને 320GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ રિચાર્જની કિંમત 997 રૂપિયા રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત લોકોને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળશે.
BSNLના આ નવા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળે છે, એટલે કે તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકો છો. આ રિચાર્જ પ્લાન સમગ્ર દેશમાં ફ્રી રોમિંગ સાથે આવે છે.
5G સેવા ટૂંક સમયમાં શરૂ થશે
ખાનગી ટેલિકોમ કંપનીઓએ દેશમાં 5G સેવા શરૂ કરી છે. હવે BSNL પણ ટૂંક સમયમાં તેની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. BSNL 4G ની સાથે સાથે કંપની 5G સર્વિસ પર પણ ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. કંપનીએ 4G માટે દેશમાં હજારો ટાવર લગાવ્યા છે, ત્યારે 5G નેટવર્કનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક મહિનામાં BSNL દેશમાં તેની 5G સેવા પણ શરૂ કરી શકે છે, જેના પછી લોકોને એક સારો વિકલ્પ પણ મળી શકે છે.આ હવે બીએસએનએલના કારણે ખાનગી ટેલિકોમ કંપનીની મુશ્કેલીઓ વધી છે કારણકે છેલ્લા ઘણા સમયમાં લાખો યુઝર્સ BSNL તરફ વળ્યા છે.