શોધખોળ કરો
Advertisement
એરટેલે યૂઝર્સને આપ્યો મોટો ઝાટકો, હવે નહીં મળે આ ફ્રી સર્વિસનો લાભ
ભારતી એરટેલ અને નેટફ્લિક્સની વચ્ચે પાર્ટનરશિપ ખત્મ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ એરટેલના Xstream Fibre એટલે કે એરટેલ બ્રોડબેન્ડની સાથે કંપની યૂઝર્સને 3 મહિના સુધી નાટે નેટફ્લિક્સનું ફ્રી સબ્ક્રિપ્શન આપે છે. પરંતુ હવે એરટેલે Xstream પ્લાનમાં ફેરફાર કર્યા છે. એરટેલે પોતાના બ્રોડબેન્ડ પ્લાનની સાથે 3 મહિના માટે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ઓફર કરી રહી હતી, પરંતુ હવે એરટેલે પ્લાનમાં ફેરફાર કરતાં નેટફ્લિક્સ હટાવી દીધું છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર પણ આ વાતની જાણકારી અપડેટ કરી છે. જણાવીએ કે, હાલના યૂઝર્સને આ સુવિધા વેલિડિટી ખત્મ થવા સુધી મળતી રહેશે.
એરટેલ અને નેટફ્લિક્સની વચ્ચે ખત્મ થઈ રહી છે પાર્ટનરશિપ
ટેલિકોમ ટોકના અહેવાલ અનુસાર ભારતી એરટેલ અને નેટફ્લિક્સની વચ્ચે પાર્ટનરશિપ ખત્મ થઈ ગઈ છે. જેના કારણે હવે યૂઝર્સને કોઈપણ પ્લાનની સાથે નેટફ્લિક્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં નહીં આવે. જોકે હવે કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે અને પ્લાનની સાથે મળનારી એક ફ્રી સર્વિસ બંધ કરી દીધી છે.
આ કંપની આપી રહી છે ઓફર
અન્ય બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સની વાત કરીએ તો ACT Fibernet પોતાના યૂઝર્સને Netflixના સબ્સક્રિપ્શનની સાથે કેશબેક ઓફર કરી રહી છે. જ્યારે વોડફોન REDX પોસ્ટપેડ પ્લાનની સાથે પણ યૂઝર્સને Netflixનું સબ્સક્રિપ્શન ઓફર આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement