(Source: ECI/ABP News/ABP Majha)
ChatGPT : છોકરીઓ સાથે કરવી છે મિત્રતા? તો Googleની ઉંઘ હરામ કરનાર ChatGPTને પુછો
આ પ્રશ્ન આ ચેટબોટને અંગ્રેજી અને હિન્દી બંનેમાં પૂછ્યો હતો. તમે આ તસવીરો દ્વારા ચેટબોટ દ્વારા આપવામાં આવેલ જવાબ પણ વાંચી શકો છો.
Friendship With Girl : ટેક્નોલોજી ક્ષેત્રે સનસનાટી મચાવનાર ઓપનએઆઈની 'ChatGPT' આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આ ચેટબોટનો એકવાર ઉપયોગ કરીને જોવા માંગે છે કે તેમાં એવું શું છે જેણે ગૂગલની ઉંઘ ઉડાડી નાખી છે. હા, આ ચેટબોટથી ગૂગલને એટલી બધી પરેશાની થઈ છે કે ગૂગલે તેને પોતાના માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ચેટબોટ એ મશીન લર્નિંગ આધારિત AI ટૂલ છે જેમાં તમામ સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જો તમે તેની પાસેથી કોઈ પ્રશ્ન પૂછો છો, તો તે તમને સેકન્ડોમાં જ જવાબ આપે છે.
જ્યારે અમે આ ચેટબોટને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ છોકરીઓ સાથે કેવી રીતે મિત્રતા કરી શકે? તો આ ચેટબોટે કેટલાક રમુજી જવાબો આપ્યા જે તમને મિત્રતા બનાવવા અને જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જાણો ચેટબોટે શું કહ્યું.
ચેટબોટે એકથી એક રમુજી જવાબો આપ્યા
આ પ્રશ્ન આ ચેટબોટને અંગ્રેજી અને હિન્દી બંનેમાં પૂછ્યો હતો. તમે આ તસવીરો દ્વારા ચેટબોટ દ્વારા આપવામાં આવેલ જવાબ પણ વાંચી શકો છો.
ચેટબોટે કહ્યું કે જો તમારે કોઈ છોકરી સાથે મિત્રતા કરવી હોય તો સૌથી પહેલા તમારે એકબીજાને જાણવા જોઈએ. બંનેના સામાન્ય હિત વિશે વાત કરો અથવા એવી કોઈ પ્રવૃત્તિ કરો. ઉદાહરણ તરીકે, જો તમને બંનેને સ્પોર્ટ્સ રમવાનું ગમે છે, તો તમે બંને સ્પોર્ટ્સ સેન્ટરમાં મળીને તેના વિશે વાત કરી શકો છો. તેનાથી તમારી મિત્રતા સુધરશે અને તમે એકબીજાને સમજી શકશો.
ચેટબોટે કહ્યું હતું કે, જ્યારે પણ તમે કોઈ છોકરી સાથે દોસ્તી કરો છો ત્યારે તેની પસંદ-નાપસંદનું ધ્યાન રાખો અને જે વિષય તેને પસંદ ન હોય તેના વિશે વાત ન કરો.
મિત્રતા કરવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તો જ તમે તમારી જાતને ખુલ્લેઆમ સામેની વ્યક્તિની નજીક રાખી શકશો અને તો જ તે તમને પોતાના વિશેની તમામ માહિતી પણ જણાવશે. ચેટબોટે કહ્યું કે, તમારે મુક્તપણે અને ડર્યા વિના વાત કરવી જોઈએ.
ચેટબોટ અનુસાર, મિત્રતામાં સારા શ્રોતા બનવું જરૂરી છે અને જરૂરિયાતમાં બીજાને ટેકો આપવો સૌથી મહત્વપૂર્ણ છે. આ વસ્તુઓ છે જે છોકરીઓ તેમના શ્રેષ્ઠ મિત્રોમાં શોધે છે.
લાંબા સમય સુધી મિત્રતા જાળવી રાખવા માટે તમારે તમારી સ્ત્રી મિત્ર પ્રત્યે કાળજી રાખવી અને તેની મહત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરવી જરૂરી છે. જેમ કે જન્મદિવસ કે અન્ય કોઈ ખાસ દિવસ.
જ્યારે પણ તમારી સ્ત્રી મિત્રને મદદની જરૂર હોય ત્યારે તમારે આગળ આવવું જોઈએ અને મદદ માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ.
ચેટબોટે એમ પણ કહ્યું હતું કે, એ જરૂરી નથી કે દરેક છોકરી તમારી સાથે મિત્રતા નિભાવવામાં રસ લે. તેથી જ ક્યારેય છોકરીઓનો અનાદર ન કરો અને તેમની લાગણીને સમજીને જીવનમાં આગળ વધો.
આ કંપનીએ ચેટ GPT બનાવ્યું
આ ચેટબોટ, જે તમને સરળ શબ્દોમાં મજેદાર પ્રશ્નોના જવાબો આપે છે, તેને OpenAI દ્વારા બનાવવામાં આવ્યું છે. OpenAI એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન કંપની છે, જે 2015માં એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને શરૂ કરી હતી.
Disclaimer: OpenAI ના ChatGPT પર પ્રશ્નો પૂછ્યા પછી જે પણ જવાબો/પ્રતિસાદો આવ્યા છે, અમે તેનો બરાબર સમાચારમાં ઉપયોગ કર્યો છે. અમે ChatGPT દ્વારા પૂરા પાડવામાં આવેલ પ્રતિસાદો અથવા તેમની અસરો માટે જવાબદાર નથી.