વિશ્વભરમાં 'X' ડાઉન: એલોન મસ્કનું પ્લેટફોર્મ ક્રેશ, કરોડો યુઝર્સ પ્રભાવિત; છેલ્લા ૪૮ કલાકમાં બીજી ઘટના!
ભારતમાં સાંજે ૬:૦૭ વાગ્યે સર્વર ઠપ્પ, Downdetector પર ૫,૦૦૦ થી વધુ ફરિયાદો; કારણ અસ્પષ્ટ.

Twitter Down, X Outage: અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) આજે (૨૪ મે, ૨૦૨૫) સાંજે અચાનક ક્રેશ થઈ ગયું હતું. આ વૈશ્વિક આઉટેજને કારણે કરોડો વપરાશકર્તાઓ પ્રભાવિત થયા હતા, જેઓ પોસ્ટ કરવામાં અને પેજ રિફ્રેશ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) આજે (૨૪ મે, ૨૦૨૫) સાંજે અચાનક ક્રેશ થતાં વિશ્વભરના કરોડો વપરાશકર્તાઓ અટવાઈ ગયા હતા. ભારતીય સમય મુજબ સાંજે ૬:૦૭ વાગ્યે X નું સર્વર ડાઉન થઈ ગયું હતું, જેના કારણે યુઝર્સને પોસ્ટ કરવામાં અને ફીડ રિફ્રેશ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
આશ્ચર્યજનક રીતે, છેલ્લા ૪૮ કલાકમાં આ બીજી વખત છે જ્યારે 'X' ડાઉન થયું છે. આ આઉટેજની વૈશ્વિક સ્તરે અસર પડી છે. ભારતમાં, વપરાશકર્તાઓને પ્લેટફોર્મની ખાસ સુવિધાઓ જેવી કે 'તમારા માટે' (For You), 'અનુસરો' (Following) અને 'નોટિફિકેશન્સ' પેનલ લોડ થવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, ફીડ રિફ્રેશ કર્યા પછી પણ સમયરેખા અપડેટ થઈ રહી ન હતી, જેના કારણે વપરાશકર્તાઓ નવા અપડેટ્સ જોઈ શકતા ન હતા.
૫,૦૦૦ થી વધુ ફરિયાદો મળી
રીઅલ-ટાઇમ આઉટેજ પર નજર રાખતી લોકપ્રિય વેબસાઇટ Downdetector.com ને વિશ્વભરમાંથી ૫,૦૦૦ થી વધુ ફરિયાદો મળી છે, જે આ વ્યાપક તકનીકી સમસ્યાઓની પુષ્ટિ કરે છે. ડાઉનડિટેક્ટરના અહેવાલો અનુસાર, આ આઉટેજથી ખાસ કરીને એન્ડ્રોઇડ અને આઇફોન પર મોબાઇલ વપરાશકર્તાઓને અસર થઈ છે, અને ડેસ્કટોપ વપરાશકર્તાઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સમાચાર લખતી વખતે, એલોન મસ્ક કે 'X' કોર્પ દ્વારા આ ડાઉનટાઇમના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. 'X' અચાનક કામ કરવાનું કેમ બંધ કરી દીધું તે હજુ પણ સ્પષ્ટ નથી. આ ઘટના ફરી એકવાર મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની વિશ્વસનીયતા અને તેમના પરની નિર્ભરતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વપરાશકર્તાઓએ પોતાની ભડાશ કાઢતા લખ્યું કે, 'ઇલોન મસ્ક, પ્લીઝ એપ ઠીક કરો. મેસેજ ખોલી પણ નથી શકતા, આ ખૂબ ખરાબ છે.' બીજા એક યુઝરે પોતાની સમસ્યા જણાવતા લખ્યું કે, 'DMs (ડાયરેક્ટ મેસેજ) પર નોટિફિકેશન આવી રહી છે પરંતુ કોઈ અનરીડ મેસેજ બતાઈ નથી રહ્યો.' આ દર્શાવે છે કે નોટિફિકેશન આવી રહ્યા હોવા છતાં યુઝર્સ મેસેજને એક્સેસ કરી શકતા ન હતા, જે અત્યંત નિરાશાજનક હતું.
અન્ય એક યુઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, 'X પર મેસેજ, લાઇક્સ, કંઈપણ નથી ચાલી રહ્યું.' આ ટિપ્પણીઓ દર્શાવે છે કે આઉટેજ માત્ર પોસ્ટ કરવા પૂરતો સીમિત ન હતો, પરંતુ પ્લેટફોર્મની મૂળભૂત સુવિધાઓ જેવી કે મેસેજિંગ અને લાઇક્સ પણ પ્રભાવિત થઈ હતી.





















